Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેક્સિકોનું આ ટુરિઝમ ડેસ્ટિનેશન દવાઓની દાણચોરી માટે જાણીતું:
ચિકોમુસેલો તા. ૧પઃ મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબારમાં ૧૧ લોકોના મોત થયા છે. નશાનો વેપાર અને દાણચોરી કરતા જુથો બાખડ્યા હોવાથી આ હત્યાકાંડ સર્જાયો હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ મેક્સિકો રાજ્યના ચિયાપાસના ચિકોમુસેલો શહેરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી હતી. આ હુમલામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ક્ષેત્ર પ્રવાસીઓ અને નશીલી દવાઓની દાણચોરી માટે જાણીતો છે. સ્મગલરોની ગેંગો વચ્ચે આ ટકરાવ થયો છે.
તાજેતરના મહિલામાં કાર્ટેલ ટર્ફ સંઘર્ષને કારણે આ ક્ષેત્ર ભારે પ્રભાવિત થયું છે. ખરેખર મોરેલિયાની ટાઉનશિપ તથા બાહ્ય વસતિ ગ્વાટેમાલા સાથે મેક્સિકોની સરહદ નજીક એક ઓછી વસતિ ધરાવતો ક્ષેત્ર છે. સોમવારે પણ આ ક્ષેત્રમાં ડ્રગ કાર્ટેલ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.
ચિયાપાસ નજીક સરહદી વિસ્તારોમાં હિંસા વધતી જઈ રહી છે કેમ કે હરિફ સિનાલોઆ અને જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ ક્ષેત્ર માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ કારણે હજારો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે કેમ કે કાર્ટેલ પ્રવાસી, નશીલી દવાઓ અને હથિયારોની તસ્કરીના માર્ગોને નિયંત્રિત કરવા અને સ્થાનિક લોકોને બળજબરીથી ભરતી કરવા માટે કામ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial