Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયાઃ ગરમીના પ્રકોપથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો

ઉનાળામાં કતારોમાં ઊભવાથી પરેશાની

ખંભાળિયા તા. ૧પઃ દ્વારકા જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર દરિયાની નજીક હોવા છતાં આ વખતે ભારે ગરમીથી તથા વાતાવરણ પલટાતા દર્દીઓની સંખ્યા વધતા ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી રોજ પ૦૦/૭૦૦ આઉટ ડોર દર્દીઓ થતા ડોક્ટરોને ત્યાં તથા દવાની બારીએ તથા કેસ કઢાવવા માટે કતારો લાગે છે.

તાવ, ઝાડા-ઉલ્ટી, વાયરસ ઈફેક્શન, શરદી-ઉધરસ સહિત સામાન્ય દર્દીઓ વધવા લાગતા દરરોજ પાંચસોથી સાતસો આઉટડોર પેશન્ટ ખંભાળિયા આવે છે. દાખલ થયેલા તે અલગ. જો કે, હાલ ડોક્ટરોની વધુ ઘટ ન હોય દર્દીઓને પરેશાની નથી થતી, પણ સંખ્યા વધતા ગરમીમાં કતારોમાં ઊભા રહેવાથી પરેશાની થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh