Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાના શખ્સને દુષ્કૃત્ય ગુજારવાના કેસમાં ૧૦ વર્ષની સખત કેદની ફટકારાઈ સજાઃ
જામનગર તા. ૧૫: જામનગરમાં બે વર્ષ પહેલાં એક સગીરાને પોતાની સાથે નસાડી તેના પર દુષ્કૃત્ય ગુજારનાર શખ્સને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે સલાયામાં એક શખ્સને સાત વર્ષ પહેલાં એક મહિલાનું અપરણ કરી જુદા જુદા શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૧૦ વર્ષની સખત કેદની સજા આપવામાં આવી છે. બંને કેસમાં ભોગ બનનાર સગીરા તથા મહિલાને માનસિક પુનર્વસન માટે વળતર ચૂકવવામાં આવશે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારના મહિલાએ ગઈ તા.૧૧-૩-રરના દિને પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, તેમની ૧૪ વર્ષ અને ૭ મહિનાની ઉંમર વાળી પુત્રીને સાહીદ ઉર્ફે સાયદ અલી અજીઝ ગજીયા નામનો શખ્સ લલચાવી ફોસલાવીને નસાડી ગયો હતો. આ શખ્સે હંજીયાસર ગામમાં લઈ જઈ તે સગીરા પર દુષ્કૃત્ય ગુજારવા ઉપરાંત વિકૃત હરકત પણ આચરી હતી.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬તથા પોક્સો એક્ટની કલમ ૪, ૧૨ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે પછી આરોપી તથા ભોગ બનનાર સગીરાના તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કેસમાં ચાર્જશીટ થયા પછી કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ બાર સાક્ષીની જુબાની અને એકવીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી સાહીલ ઉર્ફે સાયદ અલી અજીઝ ગજીયાને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૬ લાખ વળતરપેટે ચૂકવવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના સલાયામાં રહેતો શબ્બીર હારૂન ભગાડ નામનો શખ્સ ગઈ તા.૬-૧૦-૧૭ની રાત્રે બેએક વાગ્યે એક મકાનમાં પહોંચ્યો હતો ત્યાં તેણે દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલનાર મહિલા કંઈ બોલે તે પહેલાં મોઢું દબાવી જઈ શબ્બીર ઘરમાં ઘૂસી ગયો હતો ત્યારપછી આ મહિલાને બહાર કાઢી પોતાના બાઈકમાં બેસાડી શબ્બીર તેણીને જામનગર લઈ ગયો હતો અને ત્યાંથી બસમાં રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈ ગયો હતો. અમદાવાદથી મહેસાણા, રાજસ્થાનના અજમેર સુધી આ મહિલાને શબ્બીરે લઈ જઈ તેણી પર દુષ્કૃત્ય ગુજાર્યું હતું.
આ બાબતની સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આઈપીસી ૩૬૫, ૩૭૬, ૪૫૨ હેઠળ ગુન્હો નોંધી શબ્બીર હારૂન ભગાડની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા દ્વારકા જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડાએ તબીબ તથા ફરિયાદી અને ભોગ બનનારની જુબાની રજૂ કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી શબ્બીર હારૂન ભગાડને આઈપીસી ૩૭૬ના ગુન્હામાં દસ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. જ્યારે આઈપીસી ૩૬૫ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫ હજારનો દંડ, આઈપીસી ૪૫૨ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ.પ હજારનો દંડ ભરવા હુકમ કર્યાે છે. કમ્પેઈસેશનમાંથી ભોગ બનનારને રૂ.૧ લાખ ચૂકવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial