Advertisement
Author: નોબત સમાચાર

સ્માર્ટ મીટરના વિરોધમાં દેખાવો યોજી વીજકંપનીને અપાયું આવેદનપત્રઃ જનાક્રોશ

કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની આગેવાની હેઠળ

જામનગર તા. ૧પઃ જામનગરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે. તેની સામે આજે વિરોધ પ્રદર્શન કરી વીજ કંપનીના અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું. ફરી વખત જુના વીજ મીટર લગાવી આપવા માંગણી કરવામાં આવી હતી.

જામનગરના વોર્ડ નંબર-૪ ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની આગેવાની હેઠળ આજે અનેક લોકોએ વીજ કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.

રજૂઆતો કરી હતી કે નવાગામ (ઘેડ) વિસ્તારમાં લોકોની મંજુરી વગર ડિજિટલ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે. લોકોને કોઈ માહિતી આપવામાં આવતી નથી. જુનું મીટર ક્યાં લઈ જવામાં આવે છે તેની પણ ગ્રાહકને ખબર નથી. સ્માર્ટ મીટર અંગે લોકોને કોઈ જાણકારી આપવામાં આવતી નથી.

રિચાર્જ થતું નથી અને વીજ કંપની બીલના નાણા સ્વીકારતી નથી. પરિણામે વીજ પુરવઠો બંધ થઈ જતા ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.

હકીકતે ગ્રાહક ઈચ્છે નહીં તો સ્માર્ટ મીટર લગાવવા જોઈએ નહીં. આથી સ્માર્ટ મીટર લગાવવા નહીં અને જેમને ત્યાં લગાવાયા છે ત્યાં પાછા જુના વીજ મીટર લગાવી આપવા જોઈએ.

આ રજૂઆત સમયે રચનાબેન નંદાણિયા સાથે આનંદ ગોહિલ અને સ્થાનિક રહીશો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh