Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્લોબલ રેટિંગ એજન્સીનું અનુમાનઃ
નવી દિલ્હી તા. ૧પઃ ભારતીય ઈકોનોમી વર્ષ ર૦ર૪-રપ માં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૬% ના ગ્રોથ સાથે વધશેઃ મૂડીઝે ર૦ર૩-ર૪ માં ઈકોનોમી ૮% ના દરથી વધવાનું અનુમાન પણ કર્યુ છે.
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના વિકાસનો અંદાજ મૂક્યો છે. તમામ વૈશ્વિક રેટિંગ એજન્સીઓની જેમ, મૂડીઝ રેટિંગ્સે પણ ભારતના ઝડપી અર્થતંત્રને મંજૂરી આ૫ી છે. ગ્લોબલ રેટિંગ એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૬% ના દરે વૃદ્ધિની અપેક્ષા છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઝડપી આર્થિક વૃદ્ધિ સોથ મજબુત ધિરાણની માંગ એનબીએફસી ક્ષેત્રની નફાકારકતાને ટેકો આપશે અને આ ક્ષેત્રમાં વૃદ્ધિ તરફ દોરી જશે.
મૂડીઝ રેટિંગ્સે કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે માર્ચ-ર૦રપ માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ૬.૬% અને આગામી નાણાકીય વર્ષમાં ૬.ર% ના દરે વૃદ્ધિ પામશે. આનાથી એનબીએફસીએસમાં મજબૂત ધિરાણ વૃદ્ધિ થશે. જે તેમના નફા પર ખર્ચનું દબાણ ઘટાડશે અને ક્ષેત્રને મજબૂત બનાવશે.
મૂડીઝે કહ્યું છે કે, ગ્ત નાણાકીય વર્ષ-ર૦ર૩-ર૪ માં ભારતીય અર્થવ્યવસ્થા ૮% ના વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. નોન-બેકીંગ ફાઈનાન્શિયલ કંપનીઓ વિશેની ટિપ્પણીમાં મૂડીઝે કહ્યું કે, મજબૂત આર્થિક સ્થિતિ તેમને એસેટ ગુણવત્તા જાળવવામાં મદદ કરશે. જો કે, વ્યાજ દરમાં વધારો થવાથી તેમના ગ્રાહકો પર દેવાનો બોજ વધી શકે છે.
ભારતમાં નોન-બેકીંગ ફાઈનાન્શિયલ કંપનીઓ માટે ધિરાણનો ખર્ચ વધી રહ્યો છે. પરંતુ દેશની મજબૂત આર્થિક વૃદ્ધિને કારણે ધિરાણની માંગ આ ક્ષેત્રના નફાને ટેકો આપશે, એમ મૂડીઝ કોમેન્ટરીમાં જણાવાયું છે. આનો અર્થ એ થયો કે ધિરાણનો ખર્ચ વધશે, પરંતુ લોનની માંગ અકબંધ રહેવાને કારણે નફો ઘટશે નહીં. આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકે પણ ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી ગતિની પ્રશંસા કરી છે. આઈએમએફએ ર૦ર૪ માં ભારતની અર્થવ્યવસ્થા ૬.પ% ની ઝડપે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યુ છે. તેવી જ રીતે, વિશ્વ બેંકે ર૦ર૪ માં ભારતનો વિકાસ દર ૭.પ% રહેવાનો અંદાજ મૂકયો છે.
ઈન્ડિયન ઈકોનોમી દુનિયામાં સૌથી વધુ ઝડપી આગળ વધતી ઈકોનોમી બની રહી છે. ત્યારે વર્લ્ડ બેંકથી લઈને આઈએએફ-એ પણ સ્વીકારી ચૂક્યું છે. ત્યારે હવે ગ્લોબલ રેટીંગ એજન્સી મૂડીઝે પણ તેની પર પોતાની મ્હોર લગાવી દીધ પછી ઈન્ડિયન ઈકોનોમીના ઉજ્જવળ ભવિષ્યની આશા વધુ પ્રબળ બની છે.
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે એનબીએફસી ભારતની વિશાળ અર્થવ્યવસ્થામાં લોકો અને વ્યવસાયો વચ્ચે લોનની જરૂરિયાતો પૂરી કરવામાં એનબીએફસીની મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
સૌથી મોટી ૨૦ એનબીએફસી પાસે મજબૂત બજાર સ્થિતિ છે અને હોમ લોન અથવા ઓટો લોન અથવા અન્ય ચોક્કસ પ્રકારની લોન ઓફર કરવાનો લાંબો ઈતિહાસ છે. એજન્સીના જણાવ્યા મુજબ આમાથી મોટા ભાગે સરકાર કે મોટા કોર્પોરેટ ગ્રુપ્સની પાસે છે જે તણાવના સમયે તેમની ફંડીંગને સ્થિરતા પ્રદાન કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial