Advertisement
Author: નોબત સમાચાર

મૈત્રીકરાર પછી યુવતી બહારગામ ચાલી જતાં માતા-પિતા પર ચાર શખ્સનો હલ્લો

ગેરેજના ધંધાના ખારના કારણે યુવાન પર ચાર તૂટી પડ્યાઃ

જામનગર તા. ૧૫: જામનગરના રાજપાર્ક વિસ્તારમાં ગેરેજના ધંધાર્થી પર બાજુમાં જ ગેરેજ ધરાવતા શખ્સે ધંધાખારના કારણે અન્ય ત્રણને સાથે રાખી કાલે હુમલો કરી માર માર્યાે હતો. ગોરધનપરની એક યુવતી મૈત્રીકરાર પછી રાજસ્થાન ચાલી જતાં તેણીના માતા-પિતા પર ચાર શખ્સે હુમલો કર્યાે હતો.

જામનગરના ખીમરાણા ગામમાં રહેતા અને ગુલાબનગર રોડ પર રાજપાર્કમાં ભદ્રકાળી ઓટો ગેરેજ નામની દુકાન ચલાવતા હિતેશ પરસોત્તમ ખોખરીયા ગઈકાલે સવારે પોતાના ગેરેજ પર હતા ત્યારે બાજુમાં જ ગેરેજ ધરાવતા સોહિલ હાસમ, મહેબુબ હાસમ, એક અજાણ્યો શખ્સ તથા હાસમ નામના ચાર શખ્સે હુમલો કર્યાે હતો.

હુમલાખોરો તથા હિતેશ ખોખરીયાના ગેરેજ બાજુ બાજુમાં આવેલા છે. જેમાં સોહિલનું કામકાજ સરખુ ચાલતું ન હોવાના કારણે ધંધાખારના કારણે તેણે અન્ય ત્રણને સાથે રાખી પાઈપ, ઢીકાપાટુ તથા ક્લચના વાયર વડે હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આઈપીસી ૩૨૪, ૫૦૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર ગોરધનપર ગામમાં મારવાડી વાસમાં રહેતા સુખીબેન કાલુસીંગ ચૌહાણ નામના મહિલાના પુત્રીએ ત્રણેક વર્ષ પહેલાં મહેશ કણઝારીયા નામના ગોરધનપરના જ શખ્સ સાથે મૈત્રીકરાર કર્યા હતા. તે પછી આ યુવતી હાલમાં રાજસ્થાન ચાલી ગઈ હતી.

તે દરમિયાન સોમવારે રાત્રે સુખીબેન પોતાના નણંદોયાના ઘર પાસે બેઠા હતા ત્યારે ત્યાં ધસી આવેલા મહેશ, નરશી કણઝારીયા સહિતના વ્યક્તિએ કાલુસીંગને તારી પુત્રી ક્યા છે તેમ પૂછી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાલુસીંગે ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સે ધોકા વડે કાલુસીંગને માર માર્યાે હતો અને વચ્ચે પડનાર સુખીબેનને પણ ધોકા ફટકાર્યા હતા. સિક્કા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh