Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉણપ થાય તો સામાન્ય કોર્ટમાં થઈ શકે કાર્યવાહીઃ અદાલત
નવી દિલ્હી તા. ૧પઃ વકીલોને સુપ્રિમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હવે ગ્રાહક ઉપભોગતા અદાલત જઈ નહિં શકે, કારણ કે વકીલો ગ્રાહક સુરક્ષાના કાયદાના દાયરામાં નથી આવતા તેવો ચૂકાદો આપવામાં આવ્યો છે.
સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય આપતા કહ્યું કે વકીલોની 'ખરાબ સેવા' માટે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરી શકાય નહીં. વકીલો ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં આવતા નથી. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની ખંડપીઠે કહ્યું કે, ફી ભરીને કોઈપણ કામ કરાવવાને ગ્રાહક સુરક્ષા કાયદાના 'સેવા'ના દાયરામાં રાખી શકાય નહીં.
કોર્ટે કહ્યું કે વકીલો જે પણ સેવા આપે છે તે પોતાનામાં અલગ છે. આવી સ્થિતિમાં તેમને આ દાયરાથી દૂર રાખવા જોઈએ. ખંડપીઠે કહ્યું કે, કાયદાકીય વ્યવસાયની તુલના અન્ય કોઈ કામ સાથે કરી શકાય નહીં. વ્યવસ્થા એ વકીલ અને ક્લાયન્ટ વચ્ચે ખાનગી રીતે કરાર કરાયેલી સેવાનો એક પ્રકાર છે. આવી સ્થિતિમાં જો કોઈ ઉણપ હોય તો વકીલને ગ્રાહક કોર્ટમાં ખેંચી ન શકાય, જો કે જો વકીલો ગડબડ કરે તો તેમની સામે સામાન્ય કોર્ટમાં કાર્યવાહી થ શકે છે.
ગ્રાહક પંચનો નિર્ણય રદ્ સુપ્રિમ કોર્ટે ર૦૦૭ ના ગ્રાહક આયોગના નિર્ણયને રદ્ કર્યો. આ નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું હતું કે, જો વકીલો ગ્રાહકના અધિકારોને ધ્યાનમાં રાખીને યોગ્ય સેવા નહીં આપે તો તેમને ગ્રાહક અદાલતમાં લઈ જઈ શકાય છે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, વકીલોની સેવાઓ પણ કલમ ર (૧) ૦ હેઠળ આવે છે. આવા કિસ્સામાં તેમની સામે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરી શકાય છે.
જો કે, એપ્રિલ ર૦૦૯ માં જ સુપ્રિમ કોર્ટે કન્ઝ્યુમર કમિશનના આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી. હાલમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ દેશમાં લગભગ ૧૩ લાખ વકીલો છે. કમિશનના નિર્ણય સામે અનેક વકીલ સંગઠનોએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. વકીલોનું કહેવું છે કે, તેમને તેમનું કામ કરવા માટે સુરક્ષા અને સ્વતંત્રતાની જરૂર છે. સુપ્રિમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડસ એસોસિએશનએ કહ્યું કે કાનૂની સેવાઓ કોઈપણ વકીલના નિયંત્રણ હેઠળ નથી. વકીલોએ નિયત માળખામાં કામ કરવાનું હોય છે. નિર્ણય પણ વકીલોના નિયંત્રણમાં નથી. આવી સ્થિતિમાં કેસના પરિણામ માટે વકીલોને જવાબદાર ઠેરવી શકાય નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial