Advertisement
Author: નોબત સમાચાર

ધંધામાં મંદી આવી જતાં ચિંતામાં ગરકાવ રહેતા પીપરટોડાના યુવાને ખાધો ગળાફાંસો

મૃતકે મકાન માટે મેળવી હતી લોનઃ

જામનગર તા. ૧૫: લાલપુરના પીપરટોડા ગામમાં ખેતર ધરાવતા એક યુવાને ગઈકાલે પોતાના ખેતરમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. તેઓએ મકાન માટે લોન લીધી હતી અને હાલમાં ધંધામાં મંદી આવતા મૃતક સતત ચિંતામાં ગરકાવ રહેતા હતા. પોલીસે તેમના ભાઈનું નિવેદન નોંધી તપાસ આદરી છે.

લાલ૫ુર તાલુકાના પીપરટોડા ગામના વતની અને હાલમાં રાજકોટ રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા બિપીનભાઈ રામજીભાઈ વસોયા નામના એકતાલીસ વર્ષના પટેલ યુવાને ગઈકાલે પીપરટોડા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ યુવાને થોડા વખત પહેલાં પોતાના મકાન માટે લોન કરાવી હતી. તે પછી ધંધામાં મંદી આવી જતાં બિપીનભાઈ સતત ચિંતામાં રહેતા હતા. આ યુવાને આત્મઘાતી પગલું ભરવાનો કઠોર નિર્ણય કર્યા પછી ગઈકાલે પોતાના ખેતરે જઈ ગળાટૂંપો ખાધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ હસમુખ રામજીભાઈએ પોલીસને જાણ કરી છે. લાલપુરના જમાદાર જે.આર. જાડેજાએ અપમૃત્યુ અંગે તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh