Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦રપ-ર૬ ના અંત સુધીમાં ર૦ ટકા બ્લેન્ડિંગ ટાર્ગેટમાં મહત્ત્વની ભૂમિકા
મુંબઈ તા. ૧પઃ નયારા એનર્જી ભારતમાં ઈથેનોલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ્સ ઊભા કરવા માટે રૂ. ૬૦૦ કરોડનું રોકાણ કરશે. દેશમાં ઉત્પાદન વધારવા માટે ઈથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરીને તેના બિઝનેસ વર્ટિકલ્સને વધારવાની યોજના હોવાની માહિતી કંપનીએ જાહેર કરી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ એનર્જી સેક્ટરમાં ઈન્ટિગ્રેશન તરફ મહત્ત્વનું પગલું ભરતા ઈથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરવા માટે રૂ. ૬૦૦ કરોડના વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ્સ ઈથેનોલના પુરવઠામાં કંપનીની વિશ્વસનિયતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને તેના ટકાઉપણાના એજન્ડામાં પ્રદાન આપવા માટે નયારા માટે નિર્ણાયક રહેશે.
કંપની દેશમાં સૌથી મોટું પ્રાઈવેટ ફ્યુઅલ નેટવર્ક ચલાવે છે અને ઈથેનોલ પ્લાન્ટ્સ સ્થાપીને એનર્જી સેક્ટરમાં ડાઉનવર્ડ ઈન્ટિગ્રેશન હાંસલ કરવામાં એક મહત્ત્વનું પગલું ભરશે. ર૦રપ સુધીમાં ભારતના ઈથેનોલ બ્લેન્ડિંગ ટાર્ગેટને ધ્યાનમાં રાખતા નયારા એનર્જી આંધ્રપ્રદેશ તથા મધ્યપ્રદેશમાં ર૦૦ કેએલપીડીના પ્રત્યેક એવા બે ઈથેનોલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ્સ ઊભા કરવાની યોજના ધરાવે છે. કંપનીએ સૂચિત પ્લાન્ટ્સ માટે આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ બન્ને રાજ્યોમાં જમીનની પસંદગી તથા ખરીદી કરી લીધી છે.
આ ગતિવિધિ અંગે નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અલેસાન્ડ્રો દસ ડોરિડ્સે જણાવ્યું હતું કે 'ઈથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરવાથી નયારા એનર્જીના ઈથેનોલ સપ્લાયની વિશ્વસનિયતામાં નોંધપાત્ર વધારો થશે અને તે નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ ના અંત સુધીમાં ભારત સરકારના ર૦ ટકા બ્લેન્ડિંગ ટાર્ગેટને પહોંચી વળવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. ઈથેનોલ ઉત્પાદનમાં આ વ્યૂહાત્મક પહેલ ટકાઉપણા, નિયમનકારી અનુપાલન તથા ડાયનેમિક એનર્થી સેક્ટરમાં લાંબાગાળાની વૃદ્ધિ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઈથેનોલ સેગમેન્ટમાં હાજરી વિસ્તારીને અમારૂ લક્ષ્ય ભારતના રિન્યૂએબલ એનર્જી લક્ષ્યાંકોમાં સક્રિયપણ પ્રદાન કરવાનું અને હરિયાળા ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું છે.'
ઈથેનોલ પ્લાન્ટ્સ સ્થાપવાથી દેશમાં નયારા એનર્જીની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. કંપનીનું લક્ષ્ય તબક્કાવાર પ્લાન્ટ્સની સંખ્યા વધારીને પાંચ સુધી લઈ જવાનું છે જેમાં ઈથેનોલની ઉત્પાદન ક્ષમતા ૧૦૦૦ કેએલપીડીની હશે અને તેમાં ભવિષ્યમાં ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામની વિશ્વસનિયતા સુનિશ્ચિત કરવા માટે રિટેલ ઓપરેશનમાં વેલ્યુ વધારવા પર ધ્યાન અપાશે. ભારતના રિફાઈનિંગ આઉટપુટમાં ૮ ટકા પ્રદાન કરતી અગ્રણી ડાઉનસ્ટ્રીમ કંપની તરીકે નયારા એનર્જી દેશના સ્વપ્નો અને આકાંક્ષાઓને વેગ પૂરો પાડે છે અને ભારતની ઊર્જા સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન અર્પે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial