Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય કક્ષાએ કેજરીવાલના વચગાળાના જામીન ચર્ચામાં
જામનગર તા. ૧૫: એક તરફ રાષ્ટ્રીય કક્ષાએ કેજરીવાલના વચગાળાના જામીન પછી તેની લોકસભાની ચૂંટણી પણ કેટલી અસરો પડશે અને તેના કારણે એનડીએને કેટલો ફટકો પડશે તેની ચર્ચા થઈ રહી છે, તો આની કોઈ અસર નહીં થાય, કારણ કે તેને માત્ર વચગાળાના જામીન મળ્યા છે. તેઓ દારૂ કૌભાંડમાં નિર્દોષ ઠર્યા નથી તેવો દાવો એનડીએ તરફથી થઈ રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના રૂપાલા વિરોધી આંદોલનની કેટલી અસરો પડશે, તેની પણ જબરદસ્ત ચર્ચા થઈ રહી છે.
જામનગરમાં મુખ્ય ફાઈટ પૂનમબેન માડમ અને જે.પી. મારવિયા વચ્ચે એટલે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. મતદાનના વિભાગવાર આંકડાઓ જાહેર થયા પછી હવે જ્ઞાતિ, સમાજ, વર્ગ, ગ્રામ્ય શહેરી અને વર્ચસ્વની દૃષ્ટિએ કોનું પલડું ભારે રહેશે અને કોનો કેટલી લીડથી વિજય થશે કે કોનો પરાજય થશે? એક તરફી રિઝલ્ટ આવશે કે રસાકસીના પરિણામે ખૂબ જ સાંકડી બહુમતીથી વિજેતા ઉમેદવારની જાહેરાત થશે, તેની ચર્ચા ચોકે અને ચોકે થઈ રહી છે. આ મુદ્દો અત્યારે ટોક ઓફ ધ હાલાર બની ગયો છે, અને અંતરંગ વર્તુળો દ્વારા જંગી સરસાઈથી વિજયના દાવા પણ થઈ રહ્યા છે.
ચૂંટણી પછી અમરેલી સહિત ઠેર-ઠેરથી ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો અને કેટલાક સિનિયર નેતાઓએ જાહેરમાં વિવિધ માધ્યમો દ્વારા બળાપો કાઢ્યો, તેને સાંકળીને એવા અનુમાનો પણ થઈ રહ્યા છેકે કદાચ વિપક્ષોએ પણ આશા નહીં રાખી હોય, તેવી કેટલીક બેઠકો કદાચ ઈન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી) ને મળી શકે છે. તેનાથી તદ્ન વિરૂદ્ધ એવો દાવો પણ થઈ રહ્યો છે કે ભાજપ તમામ બેઠકો પર જંગી લીડથી જીતશે. નવા ઘટનાક્રમોના કારણે કદાચ કેટલીક બેઠકોની લીડ થોડી ઘટશે, બાકી તમામ રપ બેઠકો ભાજપને મળશે, તેવો જે દાવો થઈ રહ્યો છે, તેને હાસ્યાસ્પદ પણ ગણાવાઈ રહ્યો છે, જોઈએ હવે શું થાય છે?
આજે સવારે જ સહકારી ક્ષેત્રના અગ્રણી બાબુભાઈ નસિતે યોજેલી પત્રકાર પરિષદ પણ ચર્ચામાં છે. ભાજપમાં થયેલા ભડકાનો વ્યાપ વધી રહ્યો છે, તેનો આ પ્રત્યક્ષ પૂરાવો છે. તેમણે સવાલ ઊઠાવ્યો છે કે ભાજપમાં મેન્ડેટનો અનાદર કરનારાઓ સામે પગલાં લેવાય છે, તો જયેશ રાદડિયા સાથે કેમ નહીં? આ મુદ્દો આજે ટોક ઓફ ધ નેશન બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial