Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ રામનાથ સોસાયટીમાં કચરો ફેંકનારા સામે કડક પગલા લેવા રજૂઆત

કચરા પેટી હટાવી લેવાતા ફેલાયુ ગંદકીનું સામ્રાજય

ખંભાળીયા તા. ૧૫: ખંભાળીયામાં રામનાથ સોસાયટી પાસે ગૌશાળની સામે કચરા પેટી રખાઈ હતી, જે સ્થાનિકોની રજૂઆતો પછી હટાવી લેવામાં આવી, પરંતુ કચરા પેટી હટતા જ લોકો દ્વારા આડેધડ રીતે થેલીઓ ભરીને કચરો ફેંકાતા ગંદકીના ઢગલા થવા લાગ્યા છે.

રામનાથ સોસાયટીની બીજી તરફ શક્તિનગરમાં રહેતા લોકો તથા દુકાનદારો પણ પોતાની નકામી વસ્તુઓના અને કચરાના થેલા ભરી અહીં નાખી જતા દુર્ગંધ અને ગંદકીથી વાતાવરણ દુષિત થાય છે. અહીં ચોમાસાના પાણીના નિકાલ માટે ભૂર્ગભ ગટર છે. આ ગંદકી તેના ઉપરના સળીયા ઉપર પડતા પાણીના નિકાલ પણ બંધ થઈ જતા ખરાબ સ્થિતિ થાય તેવું છે.

તાજેતરમાં આ ગંદકી ભેગી થતા અગ્રણી જયસુખભાઈ મોદીની રજૂઆતથી પાલિકા દ્વારા ગંદકી દૂર કરવામાં આવી હતી, પણ બે કલાકમાં ફરીથી આ ગંદકીના ઢગલા નાખવામાં આવતા પાલિકા તંત્ર માત્ર નોટીસ કે બોર્ડ રાખીને અહીં ગંદકી ન કરવી, તેમ કહે તેના બદલે દંડનાત્મક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh