Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા ડિગ્રીના વધારા સાથે
જામનગર તા. ૧૫: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરમાં ધીમે ધીમે તા૫માનમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધો ડિગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને બે ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું.
નગરના નભમાં સૂર્યદેવતા ઉદીત થયા પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે આકરો તાપ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે પ્રજાજનો પરશેવે રેબજેબ થઈ ગયા હતાં.
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને ૭૦ ટકાએ પહોંચતા બફારામાં પણ ઘટાડો થયો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩૫ કિમીની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial