Advertisement
Author: નોબત સમાચાર

પુરવણી બીલની ભરાયેલી રકમ વ્યાજ સાથે પરત આપવા વીજ કંપનીને હુકમ

વાકિયાના આસામીએ અદાલતમાં કર્યાે હતો દાવોઃ

જામનગર તા. ૧૩: ધ્રોલના વાકીયા ગામના એક આસામી સામે વીજચોરીનો આક્ષેપ મૂકી વીજજોડાણ કાપી નાખવામાં આવ્યું હતું અને પુરવણી બીલ વસૂલાયું હતું. તેની સામે અદાલતમાં કરાયેલો દાવો ચાલી જતા ભરવામાં આવેલી રકમ વ્યાજ સાથે પરત આપવા વીજ કંપનીને હુકમ કરવામાં આવ્યો છે.

ધ્રોલ તાલુકાના વાકીયા ગામમાં અનાજ દળવાની ઘંટી ચલાવતા ભરતસિંહ અખુભા જાડેજાએ વીજ મીટરના છેડા સળગી ગયાની વીજ કંપનીમાં જાણ કરતા ગઈ તા.૧૫-૨-૨૦૦૭ના દિને જૂનું મીટર ઉતારી નવું મીટર મુકવામાં આવ્યું હતું. તે પછી મીટરની ચકાસણી માટે તારીખ અપાતા ત્રણ તારીખમાં ભરતસિંહ હાજર રહ્યા હતા પરંતુ ચકાસણી કરાઈ ન હતી.

તે પછી ગ્રાહકની ગેરહાજરીમાં એકતરફી ચકાસણી કરી વીજ કંપનીએ રૂ.૧,૭૫,૨૬૨નું બીલ આપી વીજચોરીનો આક્ષેપ મૂક્યો હતો અને જોડાણ કાપી નાખ્યું હતું. તેથી ભરતસિંહે ધ્રોલની અદાલતમાં દાવો કરી બીલ રદ્દ કરવાની અને વીજજોડાણ ચાલુ કરવાની માગણી કરી હતી.

ઉપરોક્ત દાવો રદ્દ કરવા વીજ કંપની દ્વારા માગણી કરાઈ હતી. તેની સામે વાદીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે પુરવણી બીલની પુરેપુરી રકમ છ ટકા વ્યાજ સાથે પરત આપવા, દાવાનો ખર્ચ ચૂકવવા અને વાદીનું વીજ જોડાણ ન કાપવા મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh