Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીને પતિ સહિત ત્રણે ત્રાસ આપ્યાની રાવ

ઉપલેટાના સાસરિયા સામે ગુન્હોઃ

જામનગર તા. ૧પઃ જામનગરના એક યુવતીના નિકાહ પાંચ વર્ષ પહેલાં ઉપલેટામાં કરવામાં આવ્યા પછી તેણીને પતિ, સાસુ, નણંદે ત્રાસ આપી મારકૂટ કરતા પિયર પરત ફરેલા યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર કુકડા કેન્દ્ર નજીક રામનગર વિસ્તારમાં રહેતા નઝમા હબીબભાઈ ફકીરના નિકાહ ફેબ્રુઆરી ૨૦૧૯માં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વસવાટ કરતા ફારૂક મામદ શેખ સાથે થયા હતા.

ઉપલેટામાં જીકરીયા ચોક નજીક પાંચ હાટડીમાં રહેતા પતિ તેમજ સાસુ યાસ્મીનબેન અને નણંદ સનાબેન મામદભાઈ શેખે અવારનવાર ત્રાસ આપી ગાળો ભાંડી હતી અને મારકૂટ કરી હતી. પિયર પરત ફરેલા નઝમાબેને ગઈકાલે નગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસીની કલમ ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ હેઠળ પતિ, સાસુ તથા નણંદ સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh