Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેન્ટિલેટર પર હતાઃ દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસઃ
નવી દિલ્હી તા. ૧પઃ કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજેનું નિધન થતા શોક ફેલાયો છે. તેઓ એઈમ્સમાં સારવાર હેઠળ હતાં અને કેટલાક દિવસોથી વેલ્ટિલેટર પર હતાં.
કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું નિધન થયું છે. તેમણે બુધવારે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતાં. સવારે ૯-ર૮ કલાકે તેમનું અવસાન થયું. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ન્યુમોનિયા તેમજ સેપ્સિસથી પીડિત હતાં અને છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતાં. તેઓના નિધનના સમાચાર મળતા જ રાજકીય વર્તુળો તથા મધ્યપ્રદેશના રાજવી પરિવારોમાં શોક ફેલાયો છે.
ત્રીજા તબક્કાના મતદાનના પહેલા જ તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી, જેથી તેમને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. માધવી રાજેના નશ્વર દેહને અંતિમસંસ્કાર માટે મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે.
માધવી સિંધિયા પણ રાજવી પરિવારમાંથી આવે છે, તેમના માતૃગૃહનો પણ ભવ્ય ઈતિહાસ છે, માધવી રાજે સિંધિયના દાદા જુદ્ધ શમશેર જંગ બહાદુર નેપાળના વડાપ્રધાન હતાં. એક સમયે તેઓ રાણા વંશના વડા પણ હતાં. માધવી રાજે સિંધિયા રાજકુમારી કિરણ રાજ્ય લક્ષ્મી દેવી તરીકે પણ ઓળખાય છે. ગ્વાલિયરના મહારાજા જ્યોતિરાદિચ્ય સિંધિયાના સ્વર્ગસ્થ પિતા માધવરાવ સિંધિયાએ ૧૯૬૬ માં માધવી સિંધિયા સાથે લગ્ન કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial