Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક ઓઈલમીલો પણ બંધ હોવાથી રોજગારીનું સંકટ
ખંભાળીયા તા. ૧૫: ખંભાળીયા તાલુકા વિસ્તારમાં નયારા અને એસ્સાર જેવી કંપનીઓ આવેલી છે, પણ શહેરની નજીકના વિસ્તારમાં આવેલા મોટા ત્રણ ઉદ્યોગો પૈકી બે બંધ થઈ જતા રોજરોટીનો પ્રશ્ન ઊભો થયો છે તથા કોઈ નવા ઉદ્યોગો સ્થપાય તેવું સામાન્ય વર્ગ ઈચ્છી રહ્યો છે.
ખંભાળીયામાં હર્ષદપુર વિસ્તારમાં બોમ્બે મિનરલ કંપની હતી. જેમાં ત્રણેક ઉદ્યોગો આશાપુરા માઈનકેમ વિગેરેના હતાં. જેમાં ટ્રક, ટ્રાન્સપોર્ટ, મજુરો, ઓફિસ વર્કમાં ૬૦૦-૭૦૦ ને રોજગારી મળતી હતી. આ ઉદ્યોગો પ્રદુષણના બહાને બંધ થયો અને તેની ચીમનીઓ પણ નીકળી ગઈ છે. જેથી નજીકના વિસ્તારોમાં ૬૦૦/૭૦૦ બેકાર થયા છે.
નજીક ધરમપુર વિસ્તારમાં આવેલી એનઆરઈ કોલસા કંપની કે જેનું એક સમયે નામ હતું તથા અનેક કોલ યુનિટો ધમધમતા હતાં તે પણ બંધની સ્થિતિમાં છે. એક નટરાજ સિરામીક દાલમીયા કંપની પાસે છે. તો ઓઈલમીલ ઉદ્યોગોમાં પણ અનેક મીલો બંધ થઈ ગઈ હોય, ખંભાળીયામાં કોઈ નવો ઉદ્યોગગૃહ શરૂ થાય તેની સામાન્ય પ્રજા રાહ જુએ છે. જેથી બેરોજગારીનો પ્રશ્ન હલ થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial