Advertisement
Author: નોબત સમાચાર

વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈનના કામો ટાણે જ વગર વરસાદે જળબંબાકારઃ તંત્ર દોડ્યું!

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે

જામનગર તા. ૧પઃ જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાના ચાલતા કામના સ્થળે લાઈન તૂટી જતા અઢળક પાણીનો વેડફાટ થયો હતો. આ લાઈન લીકેજ બંધ કરવા મરામત કામગીરી ચાલી રહી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા ગુરુદ્વારા ચોકડી પાસે વરસાદી પાણીના માટેની પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં જેસીબીથી ચાલતા ખોદકામ સમયે જમીન નીચેની પસાર થતી પાણીની બ્રાન્ચ લાઈન તૂટી જતા પાણીના અઢળક વેડફાટ થયો હતો, અને રસ્તા ઉપર પાણી વહેતા થયા હતાં.

આખરે મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગની ટૂકડી દોડી ગઈ હતી અને હાલ પણ લાઈન મરામતની કામગીરી ચાલી રહી છે, જો કે આ વિસ્તારમાં પાણી સપ્લાયમાં કોઈ વિક્ષેપ થયો નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh