Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બારી તોડી ઘૂસેલા તસ્કરે કર્યાે હાથફેરોઃસીસીટીવીમાં બનાવ કંડારાયોઃ
જામનગર તા. ૧૫: જામનગરના પી.એન. માર્ગ પર જૂની ઈન્કમટેક્સ ઓફિસ સામે આવેલી એક હોસ્પિટલ નીચેના મેડિકલ સ્ટોરમાં રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં ચોરી થઈ છે. સ્ટોરની લાકડાની બારી તોડી નાખી તેમાંથી ઘૂસેલા તસ્કરે કેશ કાઉન્ટરમાંથી રૂ.૨ લાખ ૧૦ હજાર રોકડા ઉઠાવી લીધા હતા. ચોરીનો આ બનાવ સીસી ટીવી કેમેરામાં કંડારાઈ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી સીસી ટીવી ફૂટેજ ચકાસ્યા છે.
જામનગરના પી.એન. માર્ગ પર ઈન્કમટેક્સની જૂની ઓફિસ સામે આવેલા આશુતોષ મેડિકલ સ્ટોરમાં રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં કોઈ તસ્કર ઘૂસી ગયો હતો. રાત્રે સાડા નવ વાગ્યાથી સવારના સાડા દસ દરમિયાન તસ્કરે રૂ.૨ લાખ ૧૦ હજાર રોકડા ઉઠાવી લીધા હતા.
મેડિકલ સ્ટોરની કેશબારી લાકડામાંથી બનાવવામાં આવી છે. તે બારી તોડી અંદર ઉતરી ગયેલા તસ્કરે કેશ કાઉન્ટરનું લોક તોડી નાખી તેમાંથી રૂ.૨ લાખ ૧૦ હજાર ઉઠાવ્યા હતા. ચોરીની ગઈકાલે મેડિકલ સ્ટોરના સંચાલક માનસ દશરથભાઈ ત્રિવેદીએ પોલીસમાં ફરિયાદ કરી છે. સિટી-બી ડિવિઝનના પીએસઆઈ ડી.જી. રાજે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ નોંેંધાયેલા ગુન્હાની તપાસ શરૂ કરી છે.
ઉપરોક્ત ચોરીનો બનાવ આશુતોષ હોસ્પિટલ તથા મેડિકલ સ્ટોરમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો છે. જેમાં દેખાઈ રહ્યું છે તે મુજબ એક શખ્સ સોમવારની સવારે મેડિકલની લાકડાની બારી તોડી અંદર ઘૂસી રહ્યો છે. પોલીસે તે ફૂટેજ ઉપરાંત અન્ય કેટલાય સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ આગળ ધપાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial