Advertisement
Author: નોબત સમાચાર

રૂ.૨૦ લાખના ચેક પરતની બનેવીની ફરિયાદમાં આરોપી સાળાને બે વર્ષની કેદ

ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ

જામનગર તા. ૧૫: જામનગરના એક આસામીએ પોતાના સાળાને રૂ.૨૦ લાખ હાથઉછીના આપી બે ચેક મેળવ્યા હતા. તે બંને ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. બંને કેસમાં અદાલતે આરોપી સાળાને બે-બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશ કર્યાે છે.

જામનગરના ઈસ્માઈલ આમદભાઈ બકાલી નામના આસામીએ પોતાના સાળા અબ્દુલકાદર ગનીભાઈ પોપટપોત્રાને નાણાની જરૂરિયાત ઉભી થતી રૂ.૨૦ લાખ હાથઉછીના આપ્યા હતા. તેની સામે સાળાએ રૂ.૧૦ લાખનો એક એવા બે ચેક પરત ચૂકવણી માટે આપ્યા હતા.

ઉપરોક્ત બંને ચેક ઈસ્માઈલભાઈએ બેંકમાં રજૂ કરતા બંને ચેક પરત ફર્યા હતા. નોટીસ પાઠવ્યા પછી તેઓએ સાળા અબ્દુલકાદર સામે કોર્ટમાં બે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદો ચાલી જતાં અદાલતે આરોપી સાળા અબ્દુલકાદર ગનીભાઈને તક્સીરવાન ઠરાવી બે-બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા ભોગવવા હુકમ કરાયો છે. આરોપીએ સજા સામે સ્ટેની અરજી કરી હતી. તે અરજી અદાલતે નામંજૂર કરી આરોપીને જેલ હવાલે કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ આરીફ ગોદર, કપિલ વશીયર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh