Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર'માં સમાવેશ
નવી દિલ્હી તા. ૧૫: યુનેસ્કોની ૧૦મી સામાન્ય સભામાં યુનેસ્કોએ રામચરિત માનસ અને પંચતંત્રને માન્યતા આપીને તેને 'મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર'માં સામેલ કરી છે. રામચરિતમાનસની સચિત્ર હસ્તપ્રતો અને પંચતંત્રની દંતકથાઓની ૧૫મી સદીની હસ્તપ્રતોનો યુનેસ્કો દ્વારા તેના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર'માં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી ભારતનું ગૌરવ વધ્યું છે.
ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ રામચરિતમાનસ અને પંચતંત્રની વાર્તાઓ હવે આખી દુનિયામાં ઓળખાઈ છે. યુનેસ્કોની ૧૦મી સામાન્ય સભામાં વાત કરવામાં આવી છે. રામચરિતમાનસની સચિત્ર હસ્તપ્રતો અને પંચતંત્રની દંતકથાઓની ૧૫મી સદીની હસ્તપ્રતોનો યુનેસ્કો દ્વારા તેના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર'માં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૨૪ની આવૃત્તિમાં એશિયા પેસિફિકની ૨૦ હેરિટેજ સાઈટનો સમાવેશ થાય છે જેમાં રામચરિત માનસ અને પંચતંત્રની હસ્તપ્રતો સાથે સહદયલોક-લોકનની પાંડુલિપીનો સમાવેશ થાય છે.
પીઆઈબી અનુસાર રામચરિતમાનસ, પંચતંત્ર અને સહદયલોક-લોકનને 'યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ એશિયા-પેસિફિક રિજનલ રજિસ્ટર'માં સામેલ કરવામાં આવ્યા છે. આ સમાચાર દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. તે દેશના સમૃદ્ધ સાહિત્યિક વારસા અને સાંસ્કૃતિક વારસાની પુષ્ટિ છે. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસના ડીન (વહીવટ) રમેશચંદ્ર ગૌર મંગોલિયામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં હાજર રહ્યા હતાં.
યુનેસ્કોની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને લાખો રામ ભક્તો દરરોજ તેમના રામલલાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial