Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ઘી ડેમ પાસે એક કરોડના ખર્ચે બગીચો, તળાવ, વોટર કેનાલનું કામ થયું શરૂ

સી પેજ વોટરનો લાભ વોટર વર્કસને મળશેઃ

ખંભાળીયા તા. ૧૫: ખંભાળીયા ઘી ડેમ પાસે               પાલિકા          દ્વારા એક કરોડના ખર્ચે બગીચો, તળાવ તથા સીપેજ વોટરની કેનાલનું કામ શરૂ થયું છે.

ખંભાળીયા પાલિકા દ્વારા ઘી ડેમ પાસે સીપેજ વિસ્તારમાં તળાવ, બગીચો તથા સીપેજ વોટર કેનાલ સાથેનું તળાવ બનાવવાનું કાર્ય એક કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થયું છે.

પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયાએ આ અંગેની વિગતો આપતા જણાવેલ કે, એકાદ કરોડ ઉપરાંતના ખર્ચે આ સુવિધા બનશે. ઘી ડેમની પાસે પાલિકાના વોટર વર્કસમાં ઉનાળામાં ઘી ડેમ સીપેજના પાણીને લીધે વોટર વર્કસના કૂવા-હોજમાં પાણી ભરપુર રહે છે. જેમાંથી પોણું વર્ષ પાણી શહેરની ૭૦% જનતાને પૂરૃં પાડવામાં આવે છે. આ વિશાળ તળાવને લીધે સીપેજમાં પાણી મોટા પ્રમાણમાં આવતા તથા સીપેજ વોટર કેનાલથી પણ વોટર વર્કસને પાણીનો ફાયદો થશે તથા લોકોને ફરવાનું સ્થળ બગીચો તથા નિરર્થક વેડફાતા પાણીનો પણ બચાવ થશે અને ઉપયોગમાં આવશે.

ઘી ડેમ પર થોડા સમય પહેલા જ પાલિકા દ્વારા લાખોના ખર્ચે વોટર વર્કસમાં અદ્યત્તન ટેકનોલોજીવાળી મશીનરી નખાઈ છે તથા જંગલ ખાતા દ્વારા નમો વડ વન પણ બનાવાયું છે, ત્યારે વધુ એક કરોડની સુવિધાવાળા તળાવ તથા બગીચાથી ખંભાળીયાના લોકોને ફરવાનું પણ એક નવું સ્થળ પ્રાપ્ત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh