Advertisement
Author: નોબત સમાચાર

આવબાઈ માતાજીના મંદિરનો હરવા ફરવાના સ્થળ તરીકે વિકાસ

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં

ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયા તાલુકાના કેશોદ ગ્રામ પંચાયતે રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાના અનેક એવોર્ડ સાથે આદર્શ ગ્રામ પંચાયતની સિદ્ધિ મેળવેલ છે.

ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રંજનબેન ડેર તથા અગ્રણી કશ્યપભાઈ ડેર તથા ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા કેશોદ ગામ પાસે પોરબંદર હાઈ-વે પર આવેલ પ્રાચીન તથા પ્રસિદ્ધ આવબાઈ માતાજીના મંદિરે લોકો તથા બાળકો માટે અનેક સુવિધાઓ શરૂ કરતા કેશોદ ગ્રામ પંચાયત વિસ્તાર તથા આવબાઈ માતાજી મંદિર આસપાસના ગામો તથા ખંભાળિયાના લોકો માટે પિકનિક સ્પોટ/ફરવાના સ્થળ જેવું બની ગયું છે. મંદિરની બાજુમાં વિશાળ જગ્યામાં બગીચો તથા અનેક બેસવાના બાંકડા, ઠંડા પાણીની સગવડ, હરિયાળી લોન, નાના બાળકો માટે લપસણી તથા નાના ચકડોળ સાથેનો વિશાળ એરિયા હોય, રજાના સમયમાં બાળકો પોતાના વાલીઓ સાથે અહીં મોટી સંખ્યામાં ઉમટે છે.

ગ્રામ પંચાયત કેશોદ દ્વારા સી.સી. રોડ, પૂરરક્ષક દીવાલ, રસ્તાની બન્ને તરફ વૃક્ષો, સ્નાનઘાટ, તળાવ, પર્યાવરણની જાળવણીના પ્રયત્નો દ્વારા ઉત્તમ ગામને સાર્થક થાય તેવી સવલતો ઊભી કરાતા તથા અનેક એવોર્ડથી આ ગામને રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા બિરદાવાતા ગ્રામ પંચાયતનું નામ સમગ્ર રાજ્યમાં વિખ્યાત થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh