Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રના નાંદેડમાંથી આઈટીએ ઝડપી ૧૭૦ કરોડની બે-હિસાબી સંપત્તિ

ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક પર દરોડા

મુંબઈ તા. ૧પઃ મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આઈ.ટી.એ દરોડા પાડીને ૧૭૦ કરોડ રૂપિયાની બે-હિસાબી સંપત્તિ ઝડપી છે.

મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન કરોડોની બેહિસાબી સંપત્તિ મળી આવી હતી જે આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ પણ મળી આવી હતી. જેની ગણતરીમાં ૧૪ કલાકનો સમય લાગ્યો હતો. આવકવેરા વિભાગની આ કાર્યવાહી ૭ર કલાક સુધી ચાલુ રહી. દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી ૧૭૦ કરોડ રૂપિયાની બેહિસાબી સંપત્તિ મળી આવી છે. આ સિવાય ૮ કિલો સોનું મળી આવ્યું છે. બેહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મળી આવેલી ૧૪ કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ ૧૪ કલાક લાગ્યા હતાં.

આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતો ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઈનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે.

અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પૂણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગના સેંકડો અધિકારીઓએ સંયુક્ત રૂપે દરોડા પાડ્યા હતાં. શુક્રવારે ૧૦ મે ના ટીમે નાંદેડમાં ભંડારી ફાઈનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh