Advertisement
Author: નોબત સમાચાર

મધ્યપ્રદેશના રાજગઢમાં ટ્રેકટર પલટી જતા ચાર બાળકો સહિત ૧૩ જાનૈયાઓના મૃત્યુઃ ૧પ ઘાયલ

મંગલ પ્રસંગ માતમમાં ફેરવાયો

ભોપાલ તા. ૩: મધ્યપ્રદેશના રાજગઢમાં જાનૈયાઓની ભરેલંુ ટ્રેકટર પલટી ખાઈ જતાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. જેમાં ૧૩ ના મોત થયા છે અને ૧પ ઘાયલ થતા સારવાર હેઠળ છે.

મધ્યપ્રદેશના રાજગઢમાં જાનૈયાઓથી ભરેલું ટ્રેકટર પલટી ખાઈ જતાં ૧૩ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં ૧પ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતાં જેમની હાલમાં સારવાર ચાલી રહી છે.

આ ઘટના રાજગઢના પીપલોદી નજીક રવિવારે રાતે ૮ વાગ્યાની આજુબાજુ બની હતી. જાનૈયાઓથી ભરેલું ટ્રેકટર એકાએક પલટી ખાઈ જતાં ઊહાપોપ મચી ગયો હતો. તંત્રના એક અધિકારીએ કહ્યું કે રાજસ્થાનના મોતીપુરાથી કુલામપુર તરફ એક જાન જઈ રહી હતી. આ દરમિયાન જ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાજગઢના કલેકટર હર્ષ દીક્ષિત, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને મંત્રી નારાયણસિંહ પંવાર ઘટનાસ્થળે હાજર છે. અમે રાજસ્થાન સરકાર અને પોલીસના પણ સંપર્કમાં છીએ. ઘાયલોને રાજગઢની જિલ્લાની હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh