Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે મતગણતરીમાં સવારે ૧૦ વાગ્યાથી સરસાઈ મળવા લાગશેઃ ચૂંટણી એજન્ટો સજ્જ

રાજકીય પક્ષોની બાજ નજરઃ દિલ્હીમાં કોને કેટલી બેઠક?

નવી દિલ્હી તા. ૩: એક્ઝિટ પોલ પછી હવે તમામની નજર મતગણતરી પર છે, ત્યારે આવતીકાલે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સવારે ૧૦ વાગ્યાથી લોકોને જીત-હારનો ટ્રેન્ડ મળવા લાગશે. આ માટે રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટો પણ સજ્જ છે.

રાજધાની દિલ્હીમાું એક્ઝિટ પોલ પછી હવે તમામની નજર મતગણતરી પર છે. ભાજપ દિલ્હીની તમામ સાત બેઠકો પોતાની તરફેણમાં આવવાની સંભાવના વ્યક્ત કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન હજુ પણ નિરાશ નથી. તેમને સર્વેમાં ઓછો અને મત ગણતરીમાં વધુ વિશ્વાસ છે. આથી હવે રાજકીય પક્ષો એક દિવસ પછી યોજાનારી મતગણતરી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મગતણરી કેન્દ્ર પર સુસજ્જ ટીમ તૈનાત કરવાની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી છે.

રાજકીય પક્ષોએ ચૂંટણી એજન્ટોને સવારે પાંચ વાગ્યે મતગણતરી કેન્દ્ર પર પહોંચી જવા સૂચના આપી છે. તેમને મતગણતરી પર નજર રાખવાની સલાહ સાથે ખાસ ટ્રિક્સ શીખવવામાં આવી છે. ૪ જૂને સવારે ૧૦ વાગ્યાથી લોકોને જીત-હારનો ટ્રેન્ડ મળવા લાગશે. ચૂંટણી પંચ માહિતીને ઓનલાઈન અપડેટ કરશે અને રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટો પણ દરેક રાઉન્ડમાં થયેલા મતદાનનો ડેટા પક્ષને આપશે. સમ્ર મતગણતરી પ્રક્રિયાની દેખરેખ રાખશે. તરફેણભમાં અને વિરૂદ્ધમાં પડેલા મતોની ગણતરી કરશે. તેમની હાજરીમાં ઈવીએમ મશીનોની ચકાસણી કરવામાં આવશે.

દરેક લોકસભા મત વિસ્તારના મતગણતરી કેન્દ્ર પર લગભગ ૯૦ ચૂંટણી એજન્ટોની ટીમ તૈયાર કરવામાં આવી છે. તેઓને વિવિધ એસેમ્બલી માટે ગોઠવવામાં આવેલા ટેબલ પર તૈનાત કરવામાં આવશે. જો મત ગણતરી દરમિયાન ઈવીએમ બગડે છે અથવા વીવીપેટ સ્લિપમાં કોઈ વિસંગતતા જોવા મળે છે, તો તેઓ ચૂંટણી પંચના અધિકારીને જાણ કરશે. રાજકીય નિષ્ણાતોના મતે ૭પ ટકા ચૂંટણી એજન્ટો વૃદ્ધ હશે. કારણ કે તેમને મત ગણતરીનો અનુભવ છે. આ ઉપરાંત દરેક ઉમેદવાર મતગણતરી કેન્દ્ર પર તેમના નજીકના લોકોને પણ તૈનાત કરશે જે દરેક ટેબલ પર પહોંચીને વોચ રાખશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh