Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર, બી.યુ. સર્ટિ.ના મુદ્દે ચાલતા ચેકીંગમાં સીલીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા. ૩૧ ના બપોરથી તા. ૧ ના બપોર સુધીમાં ૧૪ સ્કૂલો અને ર૧ ટયુશન કલાસ તથા પાંચ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીની રાહબારી હેઠળ અલગ-અલગ આઠ ચેકીંગ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે.
તા. ૩૧ ના સાંજ સુધીના પાંચ રેસ્ટોરન્ટ જેમાં ક્રિષ્ના કાઠીયાવાડી, આર્શીવાદ વિલેજ, આવકાર રેસ્ટોરન્ટ, ચાચા-ભતીજા રેસ્ટોરન્ટ (ખંભા. ધોરી માર્ગ અને બંશી રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.
જ્યારે ૧૪ શાળા અને ર૧ ટયુશન કલાસને સીલ કરવામાં આવ્યા હતાં. જેમાં રાષ્ટ્રદીપ સ્કૂલ, વિદ્યાસાગર કોલેજ, રામ કોમ્પ્યુટર કલાસ, ક્રિષ્ના કોમ્પ્યુટર કલાસ, અલોહા કલાસીસ, સર્વોદય પ્રા.શાળા, વારાહી કલાસીસ, શાહ કલાસીસ, નવનિર્માણ સ્કૂલ, ન્યુ ઈરા પ્રા.શાળા, ખ્યાતિ કલાસીસ, એકેન કલાસીસ, ભારત કલાસીસ, એસ્ટીમ કલાસીસ, સીડ ઈંગ્લીશ એકેડેમી, પાર્થ કોમ્પ્યુટર, ઓમ ઈંગ્લીશ ટયુશન કલાસીસ, ધનંજય કલાસીસ, એઈમ એજ્યુકેશન, મંગલવન વિદ્યા સ્કૂલ તથા સનટાઈમ સ્કૂલ, ક્રિષ્ના ટયુશન કલાસ, પૂજા કલાસીસ, જીવન જયોત સ્કૂલ, શિવમ પ્લેહાઉસ, ક્રિષ્ના સ્કૂલ, બુદ્ધિસાગર વિદ્યાલય, સર્વોદય કલાસીસ-૧, સર્વોદય કલાસીસ-ર, જ્ઞાનદીપ પ્રા.શાળા, વિણા મુકેશ દોશી કલાસીસ, કીડસ કેમ્પસ, સનસાઈન પ્રિ-પ્રાઈમરી ઈંગ્લીશ સ્કૂલ, ઈઝી સ્ટ્રીટ એકેડેમીનો સમાવેશ થાય છે.
આમ અત્યાર સુધીમાં પ૮ સ્કૂલ, ૩૪ કલાસીસ, બે હોસ્પિટલ, (પાર્ટલી) અને રપ હોટલ, રેસ્ટોરન્ટ મળી કુલ ૧૧૯ સીલીંગ કરાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial