Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્ઝિટ પોલમાં મોદી સરકારની વાપસીના તારણો પછી નિફ્ટી ઓલટાઈમ હાઈ ર૩,૩૩૮ ને પાર
મુંબઈ તા. ૩: એક્ઝિટ પોલના તારણોમાં મોદી સરકારની વાપસીના તારણો નીકળ્યા પછી આજે સવારે સેન્સેક્સ ર૬રર પોઈન્ટ ઉછળીને ૭૬,પ૮૩ ની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો હતો, ત્યારે નિફ્ટી પણ ૮૭૦ પોઈન્ટ ઉછળીને ઓલટાઈમ થઈ ર૩,૩૩૮ પોઈન્ટને પાર કરી ગયો હતો.
ગઈકાલે એક્ઝિટ પોલ્સના તારણો જાહેર થયા પછી શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત રહી હતી. પ્રિ-ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતા ૭૬,પ૮૩ પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે એક્ઝિટ પોલની ઈફેક્ટ દેખાઈ હતી અને તેની સાથે જ ર૬રર પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
આ સાથે નિફ્ટીમાં પણ એક ઝાટકે ૮૭૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે.
આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ ૭૬,પ૮૩.ર૯ પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ લગભગ ૮૭૦ પોઈન્ટનો ઉછાળો દર્શાવતા ર૩,૩૩૮.૭૦ ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો.
શેરબજારમાં આક્રમક તેજી વચ્ચે રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. રોકાણકારોની મૂડી રૂ. ૧ર.૭ર લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. ૪રપ.૦૯ લાખ કરોડ થઈ છે. આજે ૩૦૭ શેરોમાં અપર સર્કિટ અને ર૪૧ શેરો વર્ષની ચોટે (પર વીક હાઈ) પહોંચી છે. નિફ્ટી વીઆઈએક્સ આજે ૧૯.૭૧ ટકા ઘટ્યો છે.
બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને રૂ. ૪ર૩.૯૪ લાખ કરોડ થયું છે, જ્યારે શુક્રવારે તે રૂ. ૪૧ર.ર૩ લાખ કરોડ હતું. એટલે કે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોની કમાણી ૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુ વધી ગઈ છે. બીએસઈ પર ૩૧૦૦ શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાંથી ર૬૭૦ શેર વધી રહ્યા છે. ૩ર૮ શેરમાં ઘટાડો છે અને ૧૦ર શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.
પ્રિ-ઓપનિંગમાં સેન્સેક્સમાં ર૦૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. પ્રિ-ઓપનિંગમાં જ ર૦૦૦ પોઈન્ટના ઉછાળાથી સ્પષ્ટ થાય છે કે એક્ઝિટ પોલ પછી આજનો દિવસ બજાર માટે જબરદસ્ત તેજીનો દિવસ છે.
સેન્સેક્સના ૩૦ મંથી ૩૦ શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે પાવર ગ્રીડ ૭.૦૮ ટકા વધીને ટોચ પર છે. એનટીપીસીમાં ૬.૧૪ ટકા, એમએન્ડએમમાં પ.ર૩ ટકા, એલએન્ડટીમાં પ.૧પ ટકા અને એસબીઆઈમાં લગભગ પ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ આજે રૂપિયો પણ મજબૂત થયો છે, અને મૂલ્યમાં ૪ર પૈસાનો એક્સિમનો વધારો થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
તમામ ૩૦ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. લોર્ડ કેપમાં પાવરગ્રીડ શેર (પ.૪૪ ટકા), એટીપીસી (પ.ર૧ ટકા), એમએન્ડએમ (પ.૦૦ ટકા), એસબીઆઈ (૪.પ૧ ટકા), એલટી શેર (૪.૩૮ ટકા), ઈન્ડસઈન્ડ બેંક (૪.૧પ ટકા) દેખાય છે. મિડ કેપમાં સમાવિષ્ટ શ્રીરામ ફાઈનાન્સ ૭.૦૭ ટકા, પેટ્રો ૭.૦૩ ટકા, પીએફસી ૬.૭૮ ટકા અને આઈઆરએફસી પ.૬પ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતાં.
મિડ કેપમાં સમાવિષ્ટ આરઈસી લિમિટેડ ૭.પ૦ ટકા, શ્રીરામ ફાઈનાન્સ ૭.૦૭ ટકા, હિંદ પેટ્રો ૭.૦૩ ટકા, પીએફસી ૬.૭૮ ટકા અને આઈઆરએફસી પ.૬પ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતાં. સ્મોલ કેપ શેર્સની વાત કરીએ તો આ કેટેગરીમાં સમાવિષ્ટ પ્રવેગ શેર ૧૦ ટકા, મોસ્ચીપ ૯.૯૮ ટકા, આઈઆરબી ૮.૪૪ ટકા અને જેડબલ્યુએલ ૮.૪૩ ટકાના મજબૂત વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં.
સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન અબજોપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial