Advertisement
Author: નોબત સમાચાર

ઈવીએમ ઉપર ઠીકરૂ ફોડવામાં આવશે તેવા ભાજપના ઉચ્ચ નેતાઓના વિધાનો સૂચક/શંકાસ્પદ!

પાણી પહેલા પાળ બાંધી લેવી સારી...

જામનગર તા. ૩: ભારતમાં ખાસ કરીને લોકસભાની ચૂંટણીઓમાં ઈવીએમમાં ગોબાચાળી થતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે. છેક સર્વોચ્ચ અદાલત સુધી ઈવીએમ અંગે કેસો થયા... ચૂંટણી પંચ તથા રાષ્ટ્રપતિ સમક્ષ બેલેટ પેપરથી ચૂંટણી યોજવા સુધીની માંગણીઓ થઈ, પણ આ દરેક બાબતોમાં અંતે ઈવીએમ બરાબર કામ કરે છે તેવા નિષ્કર્ષ સાથે ક્લીન ચીટ આપવામાં આવી છે.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના નેતાઓ ચૂંટણીના છેલ્લા બે તબક્કાઓ સમયે તથા ત્યારપછી પણ જાહેર સભાઓમાં, ટીવી ચેનલો ઉપર એવા નિવેદનો આપી રહ્યા છે કે 'ઈન્ડિયા' ગઠબંધનના નેતાઓ તેમના પરાજય માટે ઈવીએમ ઉપર ઠીકરા ફોડી દોષનો ટોપલો ઈવીએમમાં ગોબાચાળી થઈ છે તેવું દર્શાવી ઈવીએમ ઉપર ઢોળી દેશે.

બીજી તરફ તા. ૧લી જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરૃં થયા પછી દરેક ટીવી ચેનલો ઉપર વિવિધ સર્વેક્ષણ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડા ધડાધડ આવવા લાગ્યા... અને કદાચ આશ્ચર્ય થાય તેમ લગભગ તમામ સર્વેક્ષણ એજન્સીઓના તારણોમાં એનડીએને ૩૪૦ પ્લસ બેઠકો મળવાના અનુમાનો રજૂ થયા છે.

આવા તારણો સામે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે કે આ તમામ એક્ઝિટ પોલ મોદી સરકાર દ્વારા પ્રેરિત છે અને ખોટા ઠરશે. મોટાભાગના નેતાઓએ આવા આંકડા રજૂ કરવા પાછળ ભાજપની ઈવીએમની ગોઠવણ મુજબ જાહેર કરવામાં અવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે તો ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપર આક્ષેપ કરી જણાવ્યું છે કે, આચારસંહિતાનો અમલ ચાલુ હોવા છતાં ગૃહમંત્રીએ દેશના અનેક જિલ્લા કલેક્ટરો (મુખ્ય ચૂંટણી અધિકરી) સાથે ટેલિફોનમાં વાતચીત કરી કડક સૂચના આપી છે.

આ તમામ બાબતોમાં ભાજપના નેતાઓનો ૪૦૦ પારનો દાવો, ત્યારપછી એક્ઝિટ પોલમાં એનડીએને ૩૪૦ પ્લસ બેઠકોની ધારણા અને ભાજપના નેતાઓનો ઈવીએમનો ઉલ્લેખ કરવાની તમામ બાબતો ખૂબ જ સૂચક તેમજ શંકાસ્પદ બની રહે તે સ્વાભાવિક છે.

અર્થાત્... ઈન્ડિયા ગઠબંધનના નેતાઓના આક્ષેપો મુજબ ભાજપના ૪૦૦ પારના દાવા પછી એક્ઝિટ પોલમાં ૩૪૦ પ્લસ બેઠકોની ધારણાના અહેવાલો ઈવીએમ પ્રત્યે શંકા ન જાય તે માટે આગોતરૃં આયોજન કરી પાણી પહેલા પાળ બાંધી લેવાની ચેષ્ટા કરવામાં આવી છે!

જે હોય તે... આવતીકાલે પરિણામો જાહેર થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જવાનું છે! અગાઉ અનેક કિસ્સાઓમાં એક્ઝિટ પોલના તારણોથી તદ્ન વિપરીત પરિણામો પણ આવ્યા જ છે ત્યારે રાજકીય પંડિતો અને વિશ્લેષકો આજે પણ સ્પષ્ટ જણાવે છે કે, આ એક્ઝિટ પોલ છે... 'એક્ઝેટ' પોલ તો નથી જ! આમેય સર્વેક્ષણ એજન્સીઓ જે મતદારોને મળીને તારણો વ્યક્ત કરે છે તે મતદારો-લોકોની સંખ્યા લાખો-કરોડો મતદારોની સંખ્યા સમયે નગણ્ય જેવી જ હોય છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh