Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલાથી અડધા કર્મચારીઓ અને ઓછા વાહનોનો ઉપયોગ ?
ખંભાળીયા તા. ૩: હાલ રાજકોટ ગેમઝોન કાંડના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ ભ્રષ્ટાચારની વાતો વ્યાપક બની છે ત્યારે ખંભાળીયા નગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા કલેકશનની વ્યવસ્થા ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન ખૂબ જ ચર્ચાપાત્ર બની છે, તથા આ કામમાં કયા અધિકારી કે કયા પદાધિકારીને ફાયદો થાય છે તેની ચર્ચા વ્યાપક બની છે !!
ઉડીને આંખે વળગે તેવી વ્યવસ્થા !!
ખંભાળીયા શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશનની વ્યવસ્થા કંઈ નવી નથી પણ અહો ! આશ્ચર્ય જેવી કામગીરી હાલની એજન્સીની તથા તે ચલાવતા પદાધિકારી અને અધિકારીની છે !!
અગાઉ પાલિકા ૧૬ વાહનો, ટ્રેકટર, ટેમ્પો, ગાડી, રિક્ષા તથા ૪૦ ઉપરાંત માણસો સાથે પાલિકાના સાતેય વોર્ડમાં રોજ કચરો કલેકશન થતો તેના બદલે કચરાનો કોન્ટ્રાકટ અપાયો !! હવે આ તમામ કામ જે ૪૦ માણસો કરતા તે કામ કોન્ટ્રાકટ ર૦ માણસોથી કરે છે અને ૧૬ વાહનોને બદલે ૧૦ વાહનોથી...!! ટેમ્પોમાં પતિ-પત્ની મૂકાય છે જેમની પાસે લાયસન્સ પણ નથી હોતું ગાડી ચલાવવાનું અને પત્ની મજુર કચરો એકઠો કરે પતિ મજુર ગાડી ચલાવે !!
સાત વોર્ડની સાત ગાડીમાં ચાર ગાડી પાલિકાની !!
ખંભાળીયા પાલિકામાં સાત વોર્ડ આવેલા છે તેમાં માત્ર સાત ટેમ્પો જ ચાલે છે પુરતા ના હોય અનેક વોર્ડ ૪-૭ માં બે દિવસે એક વખત કચરો ઉપાડાય છે !! ખરેખર દૈનિક ડોર-ટુ-ડોર કલેકશન છે!! આ સાત ગાડીમાંથી ચાર તો પાલિકા ખંભાળીયાની જુની છે જે કોન્ટ્રાકટરે ભાડે લીધેલ છે અને ૧પ-૧૭ વર્ષના છોકરા ગાડી ચલાવે !! અકસ્માત થાય તો કોન્ટ્રાકટર જવાબદાર કે જેનું વાહન છે તે પાલિકા !! ૪૦ માણસોને છુટા કર્યા વગર ૧૬ વાહનોને ઉપયોગમાંથી બંધ કર્યા વગર ડોર-ટુ-ડોર કોન્ટ્રાકટ આપીને વર્ષે સવા કરોડ ચુકવવામાં કોણ 'મલાઈ' ખાઈ રહ્યું છે ? તે વ્યાપક ચર્ચાનો પ્રશ્ન છે અને ઊંડી તપાસ થાય તો અહીંથી બદલી થયેલા અધિકારી સુધી પગેરું પહોંચે !!
એજન્સી સામ ગંભીર ફરિયાદો...!!
નાયરા કંપનીએ ખંભાળીયા શહેરમાં સફાઈ વ્યવસ્થા માટે ખાસ યોજના દાખલ કરી જેનું કામ ફીનીકસ એજન્સી કરે તે સમજાવે કે કચરાગાડીમાં ભીનો સુકો કચરો અલગ નાખવો લોકોને પણ ગાડીમાં બે પાર્ટીશન જ નથી !! લોકોને સમજાવાય કે કચરો ગાડીમાં નાખવો ગાડી બે-ત્રણ દિવસે એક વખત આવે ગંધાતો કચરો એંઠવાડ લોકો ઘરમાં રાખે ? સમયનું નક્કી નહીં ગમે ત્યારે ગાડી આવે ? ગાડી સાથે સફાઈ અંગે જાણકારીનું ગીત વાગવું જોઈએ પણ તે ગીત જ નથી !! કચરા ગાડી ના આવતા લોકો નાછુટકે કચરો જયાં ત્યાં નાખતા કચરાના ઢગલા થાય છે. સફાઈને નામે મીડું થઈ જાય છે.
પાલિકાના ૪૦ કર્મચારીને કામ કરતા અટકાવીને તેમનો પગાર ચાલુ રાખીને વધારાનો એજન્સીનો સવા કરોડનો બોજો લાવવા કેન્દ્ર 'ફળદ્રુપ' ભેજું કામ કરે છે તે હવે પાલિકાની આર્થિક સ્થિતિ નબળી થતાં લાગે છે તો ર૮ માંથી ર૬ ની તોતીંગ બહુમતી મેળવતી પાલિકાનો આ વહીવટ ભાજપના નેતાઓના ધ્યાને ના આવે તે પણ આશ્ચર્યની વાત છે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial