Advertisement
Author: નોબત સમાચાર

દેશની ૩૧ કરોડ મહિલાઓ સહિત ૬૪ કરોડે કર્યું રેકોર્ડબ્રેક મતદાનઃ રાજીવ કુમાર

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા પછી મુખ્ય ચૂંટણી કમિશનરની પ્રેસ-કોન્ફરન્સ

નવી દિલ્હી તા. ૩: ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આજે પ્રેસ-કોન્ફરન્સ યોજીને રેકોર્ડબ્રેક મતદાન બદલ મતદારોને સલામ કરીને ચૂંટણી તંત્રના સ્ટાફને બીરદાવાયો હતો અને એકંદરે શાંતિપૂર્વક મતદાન સંપન્ન થયું તે દરમિયાન થયેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે શાંતિપૂર્વક મતદાન સંપન્ન કરવા બદલ રાજકીય પક્ષો તથા સહયોગી સંસ્થાઓને પણ બિરદાવી હતી.

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી ર૦ર૪ ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધિ ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. ૬૪ કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. ૩૧ કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. ૮પ થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટીંગ કર્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હેલિકોપ્ટર ચેકની ઘટનાઓ વિશે પત્રકારોને કહ્યું કે આ દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના હેલિકોપ્ટરની ચેકીંગ ન કરવામાં આવી હોય. તેમાં દરેક કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. અમે અમારા અધિકારીઓને પૂરો અધિકાર આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ચેકીંગની ઘટનાઓ સામે આવી હતી જેના પછી ભારે વિવાદ થયો હતો.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સોશિયલ મીડિયા પર તમને 'લાપત્તા જેન્ટલમેન વાપસ આ ગએ' મીમ્સ દેખાશે. પણ અમે કહી દેવા માંગીએ છીએ કે અમે ક્યારેય લાપત્તા નહોતા. અમે ૪એમએસની વાત કરી હતી. ભારતમાં ૬૪ર મિલિયન મતદારો છે. આ સંખ્યા વિશ્વના ર૭ દેશોના વોટર્સ કરતા પ ગણા વધુ છે. આ ચૂંટણીમાં ૬૪ કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે અને રેકોર્ડ બનાવ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે ભારતના મતદારોને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના મત લીધા છે. ૮પ વર્ષથી વધુ વયના મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું. ૧.પ કરોડ મતદારો અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે ૧૩પ વિશેષ ટ્રેનો, ૪ લાખ વાહનો અને ૧૬૯ર ફ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૬૮,૭૬૩ મોનિટરીંગ ટીમો ચૂંટણી પર દેખરેખ માટે રખાઈ હતી. ભારતીય ચૂંટણીઓની સફળતાનું વિગતવાર વર્ણન કરતા સીઈસી રાજીવ કુમારે સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મોટી બ્રાન્ડ્સની લઈને સ્ટાર્ટએપ્સ સુધી દરેકે હવે સ્વેચ્છાએ યોગદાન આપ્યું છે.

તેમણે કહ્યું કે ખૂબ જ ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું અને ચૂંટણી પંચના તમામ કર્મચારીઓ, અધિકારીઓ, અપોર્ટર સ્ટાર, સુરક્ષાઓને પણ કઠોર પરિશ્રમ કરીને આ ગરમીમાં પ્રક્રિયા સંપન્ન કરાવી તે પ્રશંસનિય છે. ચૂંટણી શાંતિપૂર્વક સંપન્ન થવા બદલ માટે રાજકીય પક્ષો તથા સંસ્થાઓએ આપેલા સહયોગને પણ બિરદાવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરે એવો દાવો કર્યો કે આ વખતે સાડી, કૂકર, ચીજવસ્તુઓ વેંચીને પ્રલોભનની ઘટનાઓ તથા હિંસાની મોટી ઘટનાઓ બની નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh