Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તાલુકા અભ્યુદય મંડળ તથા
જામનગર તા. ૩: ગુ.હા. સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતીના યુવા સોશિયલ ગ્રુપ જામનગર અને જાનગર તાલુકા અભ્યુદય મંડળ તેમજ દાતાઓ દ્વારા આગામી રવિવાર ૯ ના સાંજે ૪-ર૦ વાગ્યે યુવા સોશિયલ ગ્રુપ જામનગરની ઓફિસ ઈન્દ્રપ્રસ્થ, ૩ર૪ ત્રીજા માળ, જામનગરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં જ્ઞાતિના ધો. ૧ થી ૧ર માં અભ્યાસ કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક અને રાહત દરે ફૂલસ્કેપ બુક આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની ઝેરોક્ષ કોપી સાથે રાખવાની રહેશે આ કાર્યક્રમ પ્રોજેકટ ડાયરેકટર ખુશાલ ત્રિવેદી સહ ડાયરેકટર દીપ ત્રિવેદી અને મનિષ ત્રિવેદીના નેજા હેઠળ કરવામાં આવશે. તેમ સંસ્થાના પ્રમુખ સંદીપ ત્રિવેદીની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial