Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે ચોથી જૂને થશે કાઉન્ટીંગ
જામનગર તા. ૩: જામનગરમાં મગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અન્વયે ૧ર-જામનગર સંસદીય મત વિસ્તારની મત ગણતરી તા. ૪-૬-ર૪ ના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બી.બી.એ. એમ.બી.એ. હરિયા કોલેજ, ઈન્દિરાનગર, ઉદ્યોગનગરની પાસે જામનગરના બિલ્ડિંગમાં યોજાનાર છે.
મતગણતરીથી કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહીં તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વીના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે પ્રદર્શિત કરશે. ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમણે વિધાનસભા મતદાન વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.
કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રના પ્રીમાઈસીસમાં કે મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, ઈલેકટ્રિક ગેજેટ્સ, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈપણ ઉપકરણો લઈ જશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજ્ય સરકાર તરફથી ઈસ્યુ થયેલ એક્રેડિશન કાર્ડ ધરાવે છે અને તેમણે લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ના કવરેજ માટે ભારતના ચૂંટણીપંચ-મુખ્ય નિર્વાચીન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવેલા કે તેવા પત્રકારો મત ગણતરી માટે નક્કી થયેલ બિલ્ડિંગમાં રાખવામાં આવેલા મીડિયા સેન્ટર-કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે લઈ જઈ શકશે પરંતુ તેઓને કોઈપણ વિધાનસભા મત વિસ્તારના મત ગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે.
જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મત ગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઈ રહે તે અતિ આવશ્યક હોય, બિલ્ડીંગમાં તેમજ કમ્પાઉન્ડમાં પાન, મસાલા અને ગુટખા અને ધુમ્રપાન પર નિષેધ રહેશે. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નક્કી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્ક કરવાનું રહેશે.
આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના જ હોય તેવા પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ પગલાં લેવા માટે ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ ૧૮૮ હેઠળ ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial