Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ઈન્ટરવ્યૂમાં હુંકાર
વોશિંગ્ટન તા. ૩: ન્યૂયોર્ક જ્યુરી દ્વારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠરાવ્યા પછી તેને સજા સંભળાવવાની કાર્યવાહી થનાર છે, ત્યારે ટ્રમ્પે હુંકાર કર્યો છે કે તેની ધરપકડ થાય તો અમેરિકા ભડકે બળી શકે છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગયા અઠવાડિયે ન્યૂયોર્કની જ્યુરી દ્વારા ઐતિહાસિક સજા સંભળાવ્યા પછી હું ઘરમાં નજરકેદ કે પછી જેલમાં રહેવાનું સ્વીકારી લઈશ, પણ અમેરિકન જનતા માટે આ સ્વીકારવું મુશ્કેલ હશે. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે મને વિશ્વાસ નથી કે લોકો આ મુદ્દે કંઈ નહીં બોલે. મને લાગે છે કે જનતા માટે આ સ્વીકારવું સરળ નહીં હોય. એક પોઈન્ટ પર દરેકની ધીરજ ખૂટી જાય છે.
જો કે, ટ્રમ્પે એ વાતનો ખુલાસો નહોતો કર્યો કે લોકોની ધીરજ ખૂટી જશે તો અમેરિકામાં કઈ હદ તક તબાહી મચી શકે છે. ઉલ્લેખનિય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટારના હશ મની કેસમાં ૩૪ આરોપો પર દોષિત ઠર્યા પછી ૧૧ જુલાઈએ સજા થવાની છે. તેમણે હુંકાર કર્યો છે કે તેની ધરપકડ થશે તો અમેરિકા ભડકે બળી શકે છે.
ઉલ્લેખનિય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ફંડ એકઠું કરવા માટે મળેલી સજાનો લાભ ઊઠાવ્યો, પરંતુ આ સિવાય તેમણે પોતાના સમર્થકોને એકજુટ કરવાનો પ્રયાસ ન કર્યો. તેનાથી વિપરીત તેમણે ર૦ર૦ માં બાઈડેન સામેની તેમની હારનો વિરોધ કરતી ટિપ્પણીઓ કરી હતી. ત્યારપછી ૬ જાન્યુઆરી, ર૦ર૧ ના અમેરિકન કેપિટોલ પર તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કની જ્યુરી દ્વારા આપવામાં આવેલી સજા સામે અપીલ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પને ર૦૧૬ ની ચૂંટણી પહેલા પોર્ટ સ્ટારને ચૂપ કરવા માટે કરવામાં આવેલી ચૂકવણીને છૂપાવવા માટે ખોટા દસ્તાવેજો સહિત ૩૪ ગંભીર ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial