Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો:

બે ડીગ્રીના ઘટાડા સાથે

જામનગર તા. ૩: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં સોમવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી અને આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ર ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજના આટલા વધુ પ્રમાણના પગલે અસહ્ય બફારાથી પ્રજાજનો અકળાઈ ઊઠ્યા હતાં. બપોરના સમયે ગરમી અને બફારાના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાંજથી ધીમે-ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાને રાહત મળી હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh