Advertisement
Author: નોબત સમાચાર

બોલો, ખંભાળીયાની કલેકટર કચેરી સામેની સરકારી વસાહતમાં જ પીવાના પાણીના ધાંધીયાઃ દીવા તળે અંધારૃં !

નર્મદાના નીર ૧૦૦ મીટર દૂરથી જ પાઈપલાઈનમાંથી પસાર થાય છે...

ખંભાળીયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીની ગામડાઓમાં તકલીફ છે ત્યારે ખંભાળીયા શહેરની તદ્દન નજીક તથા જિલ્લાના વડા કલેકટરની કચેરીની સાવ સામે આવેલ સરકારી કવાર્ટરમાં રહેતા પરિવારોની સ્થિતિ પાણી અંગે દયાજનક છે !!

આ સ્થળે બોરમાં પાણીના હોય રોજ દશ હજાર લીટરનું ટેન્કર નાખવા આવે છે પણ તે ટાંકામાં નાખે છે તે લીકે જ હોય ૩-૪ હજાર લીટર પાણી તો વહી જાય છે બીજુ આ સોસાયટી ખંભાળીયાથી દૂર ધરમપુર વિસ્તારમાં આવેલી હોય ખંભાળીયા હેરને પણ જથ્થો મળે તે અહીં મળી શકતો નથી !! પીડબ્લ્યુડી દ્વારા નવો ટાંકો બનાવવાનું શરૂ કરાયેલ પણ ત્રણ માસથી ખાડો ખોદીને મૂકી દેવાયું છે!!

નવાઈની વાત એ છે કે આ સરકારી કવાર્ટરથી ૧૦૦ મીટર દૂરથી જ નર્મદાની પાણીની લાઈન મળે છે પણ સરકારી કર્મચારીના કુટુંબીજનો જ પાણીથી વંચિત રહે છે!!

દર ઉનાળે આ પરેશાની થતી હોય રોજ ૮૦૦-૧૦૦૦ રૂપિયાના એક ટેન્કર પણ મોંઘા પડે તેવી સ્થિતિ છે ત્યારે દ્વારકા જિલ્લા કલેકટર પંડ્યા આ બાબતે તુરત યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે.

ઓફિસમાં બેલી હુકમ ચલાવતા અધિકારીઓ આ વસાહતમાં ઘેર જાય ત્યારે પાણી પ્રશ્ને તેમની હાલત પણ દયાજનક થઈ જાય છે...!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh