Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામકાજમાં ઠેકાણું નથી તેમ કહી યુવતીની પજવણીઃ
જામનગર તા. ૩: ધ્રોલના એક યુવતીના લગ્ન ધોરાજીમાં થયા પછી પતિ સહિતના સાત સાસરિયાએ ત્રાસ આપતા પરત પિયર આવેલા આ યુવતીએ પોલીસમાં ધા નાખી છે. ઉપરાંત જામનગરના એક યુવતીના પતિ વિદેશ ગયા પછી ત્યાંથી પરત આવવાની બાબતે પતિ, સાસુ, સસરાએ ગાળો ભાંડી પજવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ત્રણ દરવાજા વિસ્તારમાં વસવાટ કરતા મહમદઝાહિદ મજીદભાઈ બકાલી સાથે ધ્રોલની રઝવી સોસાયટીમાં રહેતા અકશાબેન અસલમભાઈ નાગાણીના નિકાહ વર્ષ ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં થયા પછી આ પરિણીતાને તને રસોઈ બનાવતા નથી આવડતી અને ઘરકામ કરતા નથી આવડતું તેમ કહી પતિ તેમજ સાસુ સહીદાબેન, સાલેહા અકીલ, શબીયાબેન મજીદભાઈ, મહેતાબબેન સાહિલભાઈ, ફઝીલતબેન વસીમભાઈ મારફાણી તથા મહંમદનવાઝ મજીદભાઈ બકાલીએ ત્રાસ આપ્યો હતો. તે ઉપરાંત અન્ય કોઈ સાથે ફોનમાં વાત કરો છો તેવી શંકા કરી હેરાન પરેશાન કરાતા હાલમાં પિયર પરત ફરેલા અકશાબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જામનગરના મોરકંડા રોડ પર રહેતા અઝમીનાબેનના નિકાહ વર્ષ ૨૦૨૦માં સનસિટી-૧માં રહેતા નૌશાદ અનવર હાલાણી સાથે થયા પછી પતિ વ્યવસાય માટે આફ્રિકા જતો રહ્યો હતો. ત્યાંથી પરત આવવા માટે સાસુ અમીનાબેન, સસરા અનવર હાલાણી સાથે વાતચીત થતી રહેતી હતી. તેથી સાસુ, સસરા અને પતિએ અવારનવાર બોલાચાલી કરી ગાળો ભાંડી મેણાટોણા માર્યા હતા. તે ત્રાસથી કંટાળી અઝમીનાબેને ગોળીઓ ખાઈ લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાંથી તેણીએ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial