Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેસ લીકેજ થતાં દાઝયાનું પોલીસને કહેવાયું હતું:
જામનગર તા. ૩: જોડિયાના પીઠડ ગામમાં એક સપ્તાહ પૂર્વે એક પરિણીતા દાઝી ગયા હતા. તેઓ ચા બનાવવા ગયા ત્યારે ગેસ લીકેજ થતાં ભડકો થવાથી દાઝયા હોવાનું પતિએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારપછી મૃતકના પિતાએ પોતાની પુત્રીને જમાઈએ મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા અને માછીમારી કરતા સંજય જીવરાજભાઈ સરવૈયા અને તેમના પત્ની હિરલબેન (ઉ.વ.૨૬) ગઈ તા.૨૩ની રાત્રે ઘરમાં જમ્યા પછી ટીવી જોતા હતા. આ વેળાએ ચા બનાવવા મા૮ે હિરલબેન રસોડામાં ગયા ત્યારે રાંધણગેસની નળીમાંથી લીકેજ થતાં ભડકો થયો હતો અને હિરલબેન દાઝી ગયા હતા.
આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડ્યા પછી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થતાં જોડિયા પોલીસે સંજયભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી. આ દંપતીએ નવેક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. ગ્રામ્યના ડીવાયએસપી આર.બી. દેવધાએ તપાસ હાથ ધરી હતી.
તે દરમિયાન જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા મૃતક હિરલબેનના પિતા બાબુભાઈ વરવાભાઈ ઝાપડાએ પોતાની પુત્રીને મરી જવા માટે મજબૂર કરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પુત્રી હિરલને પતિ સંજય અવારનવાર ઝઘડા કરી હેરાન પરેશાન કરતો હતો અને ત્રાસ આપતો હતો. તેનાથી કંટાળી જઈ હિરલબેને પોતાના શરીર પર જવેલનશીલ પદાર્થ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. પોલીસે પતિ સંજય સામે આઈપીસી ૩૦૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial