Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તળાવ બુરી દેવાનું કારસ્તાનઃ કોંગ્રેસનો વિરોધ

પાણી સંગ્રહ શક્તિ વધારવાના બદલે ઘટાડે છે

જામનગરના પાછલા તળાવમાં ચાલતા વિકાસ કાર્યમાં તળાવને બુરી નાખવાના કાવત્રા સામે કોંગ્રેસ દ્વારા સ્થળ મુલાકાત કરી આ કામગીરી સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જામનગરના તળાવ પાર્ટ-ર ના વિકાસ પ્રોજેકટ અન્વયે કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ પાણીની સંગ્રહ શક્તિ વધારવાની પ્રવૃત્તિ કરવાના બદલે તળાવને ર૦ ફૂટ જેટલું બુરી નાખવાનું કામ ચાલી રહ્યું જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તાકીદે આ પ્રવૃત્તિ બંધ કરવા અન્યથા આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી હતી. મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો આનંદ રાઠોડ, રચનાબેન નંદાણીયા તથા કોંગ્રેસના આનંદ ગોહિલ, મહિપાલસિંહ, સંજય કાંબરીયા, ભરત વાળા વગેરેએ તળાવની પાળે ચાલતા કામના સ્થળેથી મુલાકાત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh