Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસીબી પીઆઈ ખુદ બન્યા ફરિયાદીઃ
જામનગર તા. ૩: જામનગરના એક વાહનમાલિકની મોટર દોઢ વર્ષ પહેલાં ચૂંટણી ફરજ માટે રિક્વિઝેટ કરવામાં આવી હતી. તેનું મંજૂર થયેલું ભાડુ આવ્યા પછી તેમાંથી રૂ. ૬ હજારની લાંચની એલઆઈબીના કર્મચારીએ માગણી કર્યાની ફરિયાદ કરાતા એસીબીએ તપાસ શરૂ કર્યા પછી એસીબી પીઆઈએ ખુદ ફરિયાદી બની આ પોલીસ કર્મચારી સામે ગુન્હો નોંધાવતા ખળભળાટ મચ્યો છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામનગર સહિત રાજ્યભરમાં વર્ષ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. તેમાં ચૂંટણી ફરજમાં સ્ટાફને લેવા, મુકવા સહિતની કામગીરી માટે નિયમ મુજબ કેટલાકના વાહનો રીક્વિઝેટ કરવામાં આવ્યા હતા અને જુદા જુદા કામોમાં તે વાહનોને રખાયા હતા.
ત્યારપછી તે વાહનોના સરકારી નિયમ મુજબ ભાડા મંજૂર થયા હતા. તે અંતર્ગત એક ઈકો મોટરનું પણ ભાડુ સરકારમાંથી મંજૂર થઈને આવ્યું હતું. તે ભાડુ નગરના આસામીને જમા આપવાનું હતું. ઉપરોક્ત રકમ આવી હોવાની એલઆઈબીના કર્મચારી દેવસુરભાઈ સાગઠીયાએ મોટર માલિકને જાણ કરી હતી.
ઈકો મોટરમાલિકને મળવા પાત્ર રકમમાંથી દેવસુરભાઈએ રૂ. ૬ હજાર લાંચપેટે માંગ્યાની મોટરમાલિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી છે. તે ફરિયાદના પગલે શરૂ કરાયેલી તપાસ પછી તેમાં તથ્ય હોવાનું જણાઈ આવતા જામનગર એસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.ડી. પટેલે ખુદ ફરિયાદી બની દેવસુરભાઈ સાગઠીયા સામે લાંચ માંગવા અંગે ગુન્હો નોંધાવતા ચકચાર જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial