Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેડિકલ કેમ્પમાં ૧૫૩ અધિકારી-કર્મચારીઓની હેલ્થ ચકાસણી
ખંભાળીયા તા. ૩૧: જિલ્લા સેવા સદનમાં નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શનથી સેવા સદનની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓની આરોગ્ય તપાસ માટેનો મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ હતો.
આ મેડિકલ કેમ્પમાં કુલ ૧૫૩ કર્મચારીઓ / અધિકારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં ર૦ કર્મચારીઓનું ડાયાબિટીસ અને ૧૭ કર્મચારીઓનું બ્લડપ્રેસર પ્રાથમિક ધોરણે વધારે જોવા મળેલ હતું. જે કર્મચારીઓને આગળની સારવાર માટે જિલ્લા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતાં. જ્યારે ૧૮ મહિલા કર્મચારીઓનું હિમોગ્લોબીન સામાન્ય કરતા ઓછું જોવા મળ્યું હતુંં.
આ કેમ્પમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર જેવા રોગોને નિયંત્રણમાં રાખવા અને અટકાવવા માટે દરરોજ ૩૦ મિનિટથી વધુ શારીરિક પ્રવૃત્તિ કરવી. યોગ પ્રાણાયમ કરવા નિયમિત ભોજનમાં મીઠાનો ઓછો ઉપયોગ કરવો, વ્યસન ન કરવું, તેલવાળી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો, વજનને નિયંત્રણમાં રાખવું વિગેરે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત બ્લડ પ્રેસર અને ડાયાબિટીસની તપાસ કરાવવા અને જરૂરિયાત મુજબની કાળજી રાખવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial