Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૂવા-બોરના ક્ષારયુકત મોળાપાણીમાંથી છુટકારોઃ લાપસીના એંધાણ
ખંભાળીયા તા. ૩: ખંભાળીયા શહેરના ૩પ% વિસ્તારને પીવાનું પાણી પુરૃં પાડતા ફૂલવાડી વોટર વર્કસને હવે ઘી ડેમ વોટર વર્કસનું પાણી મળતા લોકોને ક્ષારયુકત મોળા પાણીમાંથી છુટકારો મળ્યો છે.
ખંભાળીયા શહેર જયારે નાનું હતું ત્યારે ઘી નદી પાસે ફૂલવાડી વોટર વર્કસ દ્વારા શહેરને પીવાનું પાણી પુરું પાડવામાં આવતું હતું. આ પાણીના સ્ત્રોત માટે કૂવો તથા બોર હતા અને વસતિ ઓછી હોય તે પુરતું થઈ રહેતું હતું.
ધીરે ધીરે વસતિ વધતા શહેરનો વિકાસ થતાં વધુ નળ જોડાણો થતાં ઘી ડેમ વોટર વર્કસ સ્થાપવામાં આવ્યો અને ધીરે ધીરે આગળ જતાં તત્કાલીન ધારાસભ્યો કાળુભાઈ ચાવડા, મેઘજીભાઈ કણઝારીયાના સમયમાં નવા પ્લાન પણ ઘી ડેમ પર થયા નવી ઓવરહેડ ટેંક નવી મશીનરીઓ પણ નખાઈ પરતું દાયકાઓથી એટલે કે ખંભાળીયા નગરપંચાયત હતી ત્યારથી ૬૦ વર્ષોથી ફૂલવાડી વોટર વર્કસમાંથી ૩પ% વિસ્તારના નળમાં પાણી આવતું હતું.
કૂવા તથા બોરનું પાણી મોરું ક્ષારવાળુંની ફરિયાદો આવતી હતી. જ્યારે ઘી ડેમ વોટરવર્કસમાં ઘી ડેમના સીવેજનું મીઠું પાણી આવતું હોય દાયકાઓથી ફૂલવાડી વોટરવર્કસના નળધારકોની કાયમી ફરિયાદ રહેતી કે અમને મોરું પાણી કેમ ? આ પ્રશ્ન હલ થતાં ૩પ ટકા વિસ્તારવાળી જનતા જેમને હવે ઘી ડેમ વોટર વર્કસનું મીઠું પાણી મળતું થયું તેમના માટે લાપશીના આંધણ મૂકવા જેવી વાત છે.
જો કે ફૂલવાડી વોટર વર્કસ બંધ કરીને તેના સ્ત્રોતને બદલે ઘી ડેમમાંથી ડાયરેકટ ઘી વોટર વર્કસથી લાઈનથી પાણી મળતું થતાં ઘી ડેમ વોટર વર્કસને હવે ૬પને બદલે ૧૦૦ ટકા પાણી મોકલવાનું થતું હોવા છતાં લોકોનો દાયકા જુનો પ્રશ્ન હલ કરવા 'વોટર વર્કસ' તંત્રને આનંદ હોવાનું ઈજનેર નંદાણીએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial