Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં મતગણતરી મથકથી ર૦૦ મીટર ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિ એકઠા થવા પર પ્રતિબંધ

ચોથી જૂને સવારે પ થી મધરાત્રિ સુધી

જામનગર તા. ૩: જામનગર જિલ્લામાં મત ગણતરી મથકથી ર૦૦ મીટરની ત્રિજ્યમાં ચારથી વધુ વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે.

ભારતીય ચૂંટણી પંચ તફથી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની ચૂંટણીઓ યોજવાનો કાર્યક્રમ જાહેર થયેલો છે. જે અન્વયે ૧ર-જામનગર સંસદીય મત વિસ્તારની મત ગણતરી ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.બી.એ., એમ.બી.એ. કોલેજ, ઈન્દિરા માર્ગ, જામનગરના બિલ્ડિંગમાં આવતીકાલે તા. ૪-૬-ર૦ર૪ ના યોજાશે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહીં, મતગણતરીના સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેણ ઊભો ન થાય અને મતગણતરી કામગીરી શાંતિપૂર્ણ ચાલી શકે તે હેતુથી મતગણતરી મથકથી ર૦૦ મીટરની ત્રિજ્યમાં ચારથી વધુ વ્યક્તિઓને એક્ઠા થવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર જામનગર જિલ્લાના જામનગર શહેરમાં સ્થિત ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.બી.એ., એમ.બી.એ. કોલેજ/હરિયા કોલેજ, ઈન્દિરા માર્ગ, ઉદ્યોગનગર પાસે, જામનગરમાં ર૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા. ૪-૬-ર૦ર૪ ના સવારના પ કલાકથી ર, કલાક સુધી એટલે કે મતગણતરી પૂર્ણ ના થાય ત્યાં સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઈએ ભરવી નહીં કે બોલાવી શકાશે નહીં તેમજ સરઘસ કાઢવા પર અને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિનપોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યો, લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલા અધિકારીશ્રી, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી, સંબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચુંટણી અધિકારીશ્રી કે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ અધિકૃત કરેલા વ્યક્તિઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં. ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા થાણાના હેડ કોન્સ્ટેબલશ્રીથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો વિરૂદ્ધ પગલાં લેવા માટે ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh