Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુકીઓની ધારણા પ્રમાણે પૂનમબેનનો વિજય નિશ્ચિત
જામનગર તા. ૩: લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થનાર છે ત્યારે છેલ્લા બે દિવસથી સટ્ટા બજારમાં ભારે ગરમી આવી ગઈ છે તેમાં ય એઝીટ પોલના તારણો પછી સટ્ટાબજારમાં ભાજપને ૩૦૦ થી વધુ બેઠકો માટેના ભાવ બોલાઈ રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ભાજપ (કમળ)ની ૩૦૯-૩૧ર બેઠક પર વિજયનો ભાવ ઈવન વે. જ્યારે ગુજરાતમાં ભાજપને ર૬માંથી ર૬ બેઠકો મળે તેના ભાવ ૪૦-૬૦ પૈસા જેવો બોલાઈ રહ્યો છે.
જામનગર લોકસભા બેઠક પર બુકીઓના ભાવ પ્રમાણે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. પૂનમબેન માડમની જીતનો ભાવ ૯-૧ર પૈસા બોલાય છે.
સટ્ટાબજારમાં એકઝીટ પોલના તારણો જ નહીં પણ પોતાના સર્વે અને અંદાજો પણ ધ્યાને લેવાતા હોય ભાજપને ૩૦૦ થી વધુ બેઠકો મળશે તેવું ગણિત મંડાય રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial