Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘી ડેમ ઓવરફ્લો હતો, અને હવે તળિયાઝાટક છે, છતાં રેગ્યુલર જળવિતરણ
ખંભાળિયા તા. ૩: ખંભાળિયાને આખરે નર્મદાનું પાણી મળતું થયું અને રોજ વીસ લાખ લીટર જેટલી આવક થતા એકાંતરા જળવિતરણમાં વિક્ષેણ પડ્યો નથી.
દ્વારકા જિલ્લામાં ખંભાળિયા વડુ મથક છે, પણ ખંભાળિયા ન.પા. દ્વારા પાણી વિતરણમાં જિલ્લાની છ નગરપાલિકામાં ખંભાળિયા પ્રથમ આવે છે. હાલ સલાયામાં આઠ-દસ દિવસે, ભાણવડમાં ચાર-પાંચ દિવસે, રાવલમાં પણ તે જ રીતે દ્વારકામાં પાંચેક દિવસે તો ઓખામાં પણ આવી રીતે પાણી મળે છે ત્યારે ખંભાળિયામાં હાલ ઘી ડેમ તળિયાઝાટક હોવા છતાં રાબેતામુજબ એકાંતરા બે દિવસે એક વખત પાણી અપાય છે. ડેમ ઓવરફ્લો હતો ત્યારે પણ એકાંતરા હાલ તળિયામાં છે ત્યારે પણ એકાંતરા અપાય છે.
ખંભાળિયા શહેરને પીવાના પાણી માટે નર્મદાની પાણીની જરૂરિયાત થતાં પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણિયા તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા તેમની ટીમ દ્વારા રજૂઆતો થઈ હતી. આ ઉપરાંત અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા પણ રાજ્ય મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા વોટર વર્કસ સ્ટાફ તથા પા.પુ. વિભાગના ઈજનેર જેમુનાબેન તથા બારોટ સાથે સંકલન કરીને રાજ્યમંત્રી શ્રી બેરા તથા સાંસદ પૂનમબેનની ઉપર પણ ભલામણ રજૂઆત થતા ખંભાળિયા પાલિકાને શહેરમાં વિતરણ કરવા માટે રોજ ર૦ લાખ લીટર જેટલું નર્મદાનું પાણી મળતું થયું છે.
હાલના સોર્સ ઉપરાંત નર્મદાનું પાણી આવતા આગામી સમયમાં વરસાદ આવે ત્યાં સુધી એકાંતરા પાણી વિતરણ ચાલુ રાખવા તંત્ર પ્રયત્નશીલ હોવાનું ઈજનેર નંદાણિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial