Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડમાં બાઈક ટકરાઈ પડતા એકનું થયું મોતઃ
જામનગર તા. ૩: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી પાસે પેટ્રોલ પંપ નજીક શનિવારે રાત્રે ડબલસવારી બાઈક સાથે બોલેરો ટકરાઈ પડતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. બીજાને ગંભીર ઈજા થઈ છે. કાલાવડ શહેરમાં બે બાઈક ટકરાઈ પડતા ઘવાયેલા એક યુવાન મોતને શરણ થયા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં રહેતા મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજય નગર તાલુકાના વણધ્રોલ ગામના વતની અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા અશોકભાઈ સુકાજી ગામેતી તથા તેમના મિત્ર હિતેશ દેવાભાઈ પટેલ શનિવારે રાત્રે સાડા દસેક વાગ્યે જામનગર તરફ મોટરસાયકલમાં આવતા હતા.
ત્યારે માર્ગમાં મોટી ખાવડી નજીક એક પેટ્રોલપંપ પાસે અજાણી બોલેરો પીકઅપ વાને તેમના મોટરસાયકલને હડફેટે લેતા અશોકભાઈ તથા હિતેશભાઈ ફંગોળાઈ ગયા હતા. પાછળ બેસેલા હિતેશભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું છે. બોલેરો પીકઅપ વાનના ચાલક સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
કાલાવડની માછરડા સોસાયટીમાં રહેતા જયંતિભાઈ અમરશીભાઈ આઠુ અને તેમના નાનાભાઈ પ્રવીણભાઈ આઠુ તેમજ તેમના મિત્ર આકાશ કરશનભાઈ વાણીયા શનિવારે રાત્રે નવેક વાગ્યે કાલાવડ શહેરમાં હિરપરા સ્કૂલ પાસેથી જીજે-૧૦-સીકયુ ૧૬૨૫ નંબરના બાઈકમાં જતા હતા. ત્યારે જીજે-૧૦-ઈએ ૮૮૩૮ નંબરનું બાઈક ટકરાઈ પડ્યું હતું. બાઈક ચલાવી રહેલા આકાશભાઈને ઈજા થઈ છે. જ્યારે પાછળ બેસેલા પ્રવીણભાઈને માથામાં ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. જયંતિભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial