Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ છે જામ્યુકોની 'કચરા' સિસ્ટમઃ
જામનગર તા. ૩: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ પછી રાજ્યભરમાં ચારે તરફ ચેકીંગનો ધમધમાટ અને તાળાબંધીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જામનગરમાં પણ સંખ્યાબંધ રેસ્ટોરન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ વગેરે સિલ કરવામાં આવ્યા છે પરંતુ રસ્તા પર દોડતા યમદૂતના એજન્ટો જેવી કચરા કલેકશનની ટીપરવાન કોઈને દેખાતી નથી!! આ ગાડીઓ મોટેભાગે ઓવરલોડ જતી હોય છે અને ડ્રાઈવર ઉપરાંત ક્લિનર તરીકે કે સહાયક તરીકે રહેલ વ્યક્તિ ઘણી વખત ગાડી ઉપર બેઠેલી જોવા મળતી હોય છે. પ્રસ્તુત તસ્વીરમાં ગાડી ઉપર એક મહિલા બેઠી હોવાનું દૃશ્યમાન થાય છે. આવી રીતે ગાડી ઉપર બેઠેલા વ્યક્તિ અકસ્માતનો ભોગ બની શકે પરંતુ તેની સામે કોઈ પગલા લેવાતા નથી. શું શ્રમિકના જીવનની કોઈ કિંમત નથી? ઉપરાંત કચરા કલેકશનની ઘણી ગાડીઓ ૧૮ વર્ષથી નાની વયના જણાતા સગીરો ચલાવતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આવા સંજોગોમાં અકસ્માત સર્જાય તો કોની જવાબદારી ? કચરા કલેકશન વાન બેફામ ગતિએ દોડતા હોય છે અને છાશવારે નાના-મોટા અકસ્માતો સર્જતા હોય છે પરંતુ આ મુદ્દે ટ્રાફિક પોલીસનું પણ ધ્યાન જતું નથી. જાહેરમાં માર્ગો ઉપર લગાવેલા કેમેરાઓમાં પણ શું આ દૃશ્યો ઝડપાતા નથી ? અંતમાં તો એટલું જ કહી શકાય કે આ છે જામ્યુકોની 'કચરા' સિસ્ટમ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial