Advertisement
Author: નોબત સમાચાર

છેડતી બાબતે થયેલા ઝઘડામાં સમાધાન માટે બોલાવી ચાર શખ્સે યુવકને લમધાર્યાે

જામનગર તા. ૩: જામનગરના એક મહિલાને પુત્રવધૂ તથા તેના પિતાએ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પુત્રવધૂ પતિના ઘેર રહેવા ઈચ્છતી ન હોવાથી આ બનાવ બન્યો હતો. જ્યારે છેડતીની માથાકૂટમાં સમાધાન માટે બોલાવી કાલાવડના એક યુવાનને ચાર શખ્સે લમધારી નાખ્યો હતો.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર સામે આવેલા ૮૦ ફૂટ રોડ પર વસવાટ કરતા બ્રિજરાજસિંહ મનોજસિંહ રાણા નામના યુવાનના પત્ની સુરભીબેનને પતિના ઘેર રહેવું ગમતું ન હોવાથી આ મહિલા અવારનવાર બોલાચાલી કરતી રહેતી હતી. તે દરમિયાન ગઈ તા.૪ની સવારે સુરભીબેન તથા તેણીના પિતા નવલરામ દોડી આવ્યા હતા.

આ પિતા-પુત્રીએ બ્રિજરાજસિંહ તથા તેના માતા મંજુબેન સાથે ઝઘડો કર્યા પછી મારામારી આરંભી હતી. આ વેળાએ ગોકીરો થતાં પિતા-પુત્રી ચાલ્યા ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. મંજુબેને પુત્રવધૂ સુરભી તથા રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા તેણીના પિતા નવલરામ સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

કાલાવડના કાશ્મીરપરામાં રહેતા મુનાફ હારૂન ઓડીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેને તથા અખ્તર ઈસુબ સુમરાને છેડતી બાબતે માથાકૂટ થયા પછી સમાધાન માટે બોલાવવામાં આવતા બંને મિત્રો ગઈકાલે રાત્રે કાશ્મીરપરામાં મનોજ ગોહિલના ઘર પાસે ગયા હતા.

આ વેળાએ વિશાલ પરમાર, વિશાલ સીતાપરા, કાના તથા હીરેન નામના ચાર શખ્સે હુમલો કરી અંધારામાં લઈ જઈ માથામાં કોઈ હથિયાર ફટકાર્યું હતું. લોહીલોહાણ બની ગયેલા મુનાફને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેણે ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh