Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાને એડવાન્સ ટેક્ષ વળતર યોજના ફળીઃ રૂપિયા ર૬.૮૮ કરોડની આવક મળી

૪૦૬૭પ મિલકતધારકોને લાભ

જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા/પાણી ચાર્જમાં તા.૧૬-૪-ર૪ થી તા. ૩૧-પ-ર૦ર૪ સુધી ૧૦ થી રપ ટકા સુધીનું રીબેટ/વળતર યોજના હેઠળ મિલકત વેરામાં ૪૦,૬૭પ મિલકત ધારકોએ આ યોજનાનો લાભ મેળવી રકમ રૂ.  ર૬.૮૮ કરોડ ભરપાઈ કરેલ છે. અને રૂ.  ર.ર૩ કરોડ રીબેટ-વળતર તથા વોટર ચાર્જીસમાં ૧૮,૯૯૯ મિલકત ધારકોએ રૂ.  ૩.૭૮ કરોડ ભરપાઈ કરેલ છે અને રૂ.  ૩૮ કરોડ રીબેટ-વળતર મેળવેલ છે.

વધુમાં ઉપરોકત રીબેટ યોજના દરમ્યાન કુલ - ર૭,૧૭૮ મિલકત ધારકોએ ઓનલાઈન ટેકસ ભરીને ર ટકા વધી ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ રકમ રૂ.  રપ૦) અન્વયે રૂ.  ૪પ, ૩૯,૬પરનું ડીસ્કાઉન્ટ મેળવેલ છે. સામાન્ય કરદાતાઓ (૧૦ ટકા રીબેટ) કરદાતા ર૮૧૩૪ કરદાતાને રૂ.  ૧૪૦૮૯૮પનું વળતર સિનિયર સિટીઝન (૧પ ટકા રીબેટ)માં ૧ર૦૩૪ કરદાતાને રૂ.  ૮પ૭૭૧૭૩નું વળતર, શારિરીક ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓ (૧પ ટકા રીબેટ) ૭૬ કરદાતાને રૂ.  ૪૬૧૬૯ નું વળતર, બીપીએેલ કાર્ડ ધારક વિધવાઓ (૧પ ટકા રીબેટ) ૧૦ કરદાતાને રૂ.  ર૯૭૬ નું વળતર, કન્યા છાત્રાલયને કરવેરામાં રાહત (રપ ટકા રીબેટ) ૬ કરદાતાને રૂ.  ૧૦ર૦૮૮ નું વળતર, માજી સૈનિકોને કરવેરામાં રાહત (રપ ટકા રીબેટ) ર૧ કરદાતાને રૂ.  ૧૩પપ૩નું વળતર, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહિદોની વિધવાઓને કરવેરામાં રાહત (રપ રીબેટ) એક કરદાતાને રૂ.  ૩પપનું વળતર, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અને અંધાશ્રમને કરવેરામાં રીબેટ (રપ ટકા રીબેટ) ૧૦ કરદાતાને રૂ.  ૧૪૯ર૯૩નું વળતર, સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ (પ ટકા રીબેટ) ૩પ૩ કરદાતાને રૂ.  ૧૯૬૩૧૮નું વળતર.

વધુમાં ઉપરોકત રીબેટ યોજના દરમ્યાન કુલ ર૭ર૭૮ કરદાતાને રૂ.  ૪પ,૩૯,૬પર ઓનલાઈન ટેકસ ભરીને વળતર મેળવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh