Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાના
જામનગર મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં અપૂરતી સુવિધાના કારણે અનેક ઢોરના મૃત્યુ થઈ રહ્યા છે. દડીયા ગામના સરપંચ રાજુભાઈ લખીયરને આ બનાવ અંગેની જાણ થતાં તેઓ ઢોરના ડબ્બામાં પહોંચ્યા હતાં. જ્યારે ૪ થી ૫ ગાય મૃત્યુ પામેલ હાલતમાં જોવા મળી હતી. આથી તેમણે તુરંત જ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીને જાણ કરી હતી કે દરોરજ ગાયો ટપોટપ મૃત્યુના મુખમાં ધકેલાઈ રહી છે તો આ માટે તંત્ર યોગ્ય પગલાં લેતું નથી. ઢોરના ડબ્બામાંથી કચરો, ગોબર વિગેરેનો નજીકના વિસ્તારમાં નિકાલ કરવામાં આવે છે. આ ગંદકીથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial