Advertisement
Author: નોબત સમાચાર

આર્થિક સંકળામણથી નાસીપાસ થયેલા પ્રૌઢનું ટીકડા ખાધા પછી નિપજ્યું મૃત્યુ

કજુરડા તથા કંડોરણામાં બે વ્યક્તિની આત્મહત્યાઃ

જામનગર તા. ૩: કાલાવડના મકરાણી સણોસરામાં દર્શનાર્થે આવેલા એક પ્રૌઢે આર્થિક સંકળામણના કારણે નાસીપાસ થઈને ઝેરી ટીકડા ગળી આત્મહત્યા કરી લીધી છે. ખંભાળિયાના કંડોરણામાં એક યુવાને અકળ કારણથી ઝેરી ટીકડીઓ ખાઈ લીધી હતી અને કજુરડા ગામમાં એક તરૂણીએ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.

કાલાવડ તાલુકાના મુળીલા ગામના વતની અને હાલમાં રાજકોટના કાલાવડ રોડ પર રહેતા જેઠાભાઈ જીવણભાઈ ચાવડા નામના પ્રૌઢ પોતાના પરિવાર સાથે કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં આવેલા સુરાપુરા દાદાના મંદિરે દર્શને આવ્યા હતા. તેઓએ કોઈ ઝેરી ટીંકડા ગળી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું છે.

તેમના પુત્ર વિશાલભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસને જણાવ્યા મુજબ તેમના પિતા જેઠાભાઇને અગાઉ હૃદયરોગનો હુમલો આવી ગયો હતો અને હાલમાં બ્લડપ્રેશરની બીમારી પણ હતી. થોડા વખતથી આર્થિક સંકળામણમાં ફસાઈ ગયેલા જેઠાભાઈ સતત ચિંતામાં રહેતા હતા. તે દરમિયાન શનિવારે મકરાણી સણોસરા ગામે સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા જ્યાં તેઓએ ટીકડા ખાઈ લીધા હતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામમાં વસવાટ કરતા ભાવેશભાઈ રામાભાઈ કાંબરીયા (ઉ.વ.૩ર) નામના યુવાને ગઈ તા.૩૦ની સાંજે વાડી વિસ્તારમાં જઈ કોઈ ઝેરી દવાની ટીકડીઓ ગળી લીધી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા આ યુવાનનંંુ મૃત્યુ થયું છે. મૃતકના નાનાભાઈ હિતેશ રામાભાઈએ પોલીસને જાણ કરી છે.

ખંંભાળિયા તાલુકાના કજુરડા ગામના રહેવાસી કુંજલબા ભાવસંગ જાડેજા (ઉ.વ.૧૭) નામના તરૂણીએ શનિવારે બપોરે અઢી વાગ્યાથી સાડા ચાર વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણથી ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ તરૂણીનું મૃત્યુ નિપજ્યું છે. પિતા ભાવસંગ ચંદુભા જાડેજાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh